• એન્ડ્રોઈડ યૂઝર્સ માટે Android 5.0 કે તે પછીનો ફોન હોવો જરૂરી
  • આઈફોન યૂઝર્સ માટે iOS 12 કે તે પછીનું વર્ઝન ચાલે તેવું ડિવાઈસ જરૂરી
  • સેમસંગ, એપલ, મોટોરોલા, સોની, એલજી અને હુવેઈ કંપનીના ફોન પણ સામેલ

WhatsAppએ ફરી એકવાર લગભગ 35 Android અને iOS ઉપકરણો માટે એપ સપોર્ટ બંધ કરી દીધો છે. મેટાની સેવાએ તેના વપરાશકર્તાઓને ચેટ ઇતિહાસનું બેકઅપ લેવાનો સમય આપ્યો છે, જેથી તેમની જૂની ચેટ્સને નવા ઉપકરણ પર સ્થાનાંતરિત કરી શકાય. વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે વપરાશકર્તાઓએ સ્માર્ટફોનને અપગ્રેડ કરવા પડશે. એટલે કે યૂઝર્સ પાસે હાલના ફોનને બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

કયા ફોન્સમાં નહીં કામ કરે WhatsApp

અહીં તમે એવી કંપનીનું લિસ્ટ જોઈ શકો છો જેમાં WhatsApp હવે કામ કરશે નહીં. આ કંપનીની યાદીમાં સેમસંગ, એપલ, મોટોરોલા, સોની, એલજી અને હુવેઈના ફોન પણ સામેલ છે. જો તમારી પાસે નીચે દર્શાવેલ કોઈપણ ફોન હોય, તો જ્યાં સુધી તમે તેને બદલશો ત્યાં સુધી તમે WhatsAppનો ઉપયોગ કરી શકશો નહીં.

જાણો 35 કંપનીના નામ

Samsungના ફોનનું લિસ્ટ

  • Galaxy Ace Plus
  • Galaxy Core
  • Galaxy Express 2
  • Galaxy Grand
  • Galaxy Note 3 N9005 LTE
  • Galaxy Note 3 Neo LTE+
  • Galaxy S II
  • Galaxy S3 Mini VE
  • Galaxy S4 Active
  • Galaxy S4 mini I9190
  • Galaxy S4 mini I9192 Duos
  • Galaxy S4 mini I9195 LTE
  • Galaxy S4 Zoom

Apple ના ફોનનું લિસ્ટ

  • iPhone 5
  • iPhone 6
  • iPhone 6S
  • iPhone SE

Lenovo ના ફોનનું લિસ્ટ

  • Lenovo A858T
  • Lenovo P70
  • S890

Motorola ના ફોનનું લિસ્ટ

  • Moto G
  • Moto X

Huawei ના ફોનનું લિસ્ટ

  • Ascend P6 S
  • Ascend G525
  • Huawei C199
  • Huawei GX1s
  • Huawei Y625

Sony ના ફોનનું લિસ્ટ

  • Xperia Z1
  • Xperia E3

LG ના ફોનનું લિસ્ટ

  • Optimus 4X HD P880
  • Optimus G
  • Optimus G Pro

Optimus L7જો તમે WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માગતા હોવ તો તમારી પાસે Android 5.0 અથવા તે પછીનું અને iOS 12 કે પછીનું વર્ઝન ચાલતું ડિવાઇસ હોવું આવશ્યક છે.

જૂની ફોન ચેટ્સનો બેકઅપ લો

નવા ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનું શરૂ કરતા પહેલા જૂના ફોનમાંથી ચેટ્સનું બેકઅપ લેવું મહત્વપૂર્ણ છે, જેથી તમે જૂની ચેટ્સ ચૂકી ન જાઓ. આ માટે તમારે સેટિંગ્સમાંથી ચેટ સેક્શનમાં જવું પડશે અને ચેટ બેકઅપ પર ટેપ કરવું પડશે. તમે ત્વરિત બેકઅપ બનાવવા અને આ બેકઅપ ફાઇલને બીજા ઉપકરણ પર સ્થાનાંતરિત કરવા માટે ‘Back Up Now’ પર ટેપ કરી શકો છો.

  • Follow us on: