iPhone યુઝર્સને તેના ઘણા ફિચર્સની જાણકારી હોતી નથી. iPhoneમાં ઉપલબ્ધ ઈમરજન્સી ફીચર્સ જે તમને મુશ્કેલીના સમયે ઘણું કામ આવી શકે છે. Apple તેના તમામ ડિવાઈસમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને આ તકનીક યુઝર્સના અનુભવને વધારવામાં જ મદદ કરે છે તથા વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં પણ ખૂબ ઉપયોગી છે.


iPhoneનું ઇમરજન્સી ફિચર

જો તમે મુશ્કેલીમાં ફસાઈ જાઓ તો iPhone ઈમરજન્સી ફીચર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફીચર્સ એપલ દ્વારા iPhone યુઝર્સની સુવિધા માટે આપવામાં આવ્યા છે. આ સુવિધાઓ શું છે અને આ સુવિધાઓ તમને કેવી રીતે મદદ કરી શકે છે? ચાલો જાણીએ.

ઇમરજન્સી SOS

iPhoneમાં આ ફીચર યુઝર્સની સુવિધા માટે આપવામાં આવ્યું છે, આ ફીચરની મદદથી જો તમે કોઈ મુશ્કેલીમાં પડો છો, તો તમે તાત્કાલિક અને સરળતાથી ઈમરજન્સી સર્વિસને કોલ કરી શકો છો અને તેમને તમારી પરિસ્થિતિ વિશે એલર્ટ કરી શકો છો. જ્યારે તમે ઇમરજન્સીમાં આ સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે iPhone આપમેળે સ્થાનિક ઇમરજન્સી નંબર સાથે કોલને કનેક્ટ કરે છે અને ઇમરજન્સી સર્વિસ જેમ કે પોલીસ અને એમ્બ્યૂલન્સ સાથે તમારું લોકેશન પણ શેર કરે છે. જો કોઈ પણ આઈફોન યુઝર તેના ફોનના સાઈડ બટનને 5 વખત ઝડપથી દબાવશે તો iPhoneમાંથી ઈમરજન્સી સર્વિસ પર કોલ લાગી જશે.

આ ફીચરનો આ રીતે ઉપયોગ કરો

ઈમરજન્સી એસઓએસ ફીચરનો ઉપયોગ કરવા માટે ઝડપથી પાવર બટનને ત્રણ વખત દબાવો અને તમારું કામ થઈ જશે અને SOS કોલ થઈ જશે.

ઇમરજન્સી કોન્ટેક્ટ્સ ફિચર

  • ઈમરજન્સી સર્વિસ સિવાય તમે ઈમરજન્સી કોન્ટેક્ટ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો.
  • આ સુવિધાને સેટ કરવા માટે સૌપ્રથમ ફોનના સેટિંગ્સમાં જાઓ
  • સર્ચ બારમાં Emergency SOS સર્ચ કરો
  • તમને Emergency SOS માં ઇમર્જન્સી કોન્ટેક્ટ્સ વિકલ્પ મળશે
  •  ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને તમે એડિટ પણ કરી શકો છો

સેટઅપ કરો અને આ રીતે ઉપયોગ કરો

આ ફીચર સેટઅપ કરવા માટે તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં જાઓ અને તમે જેના માટે ઈમરજન્સી કોન્ટેક્ટ સેવ કરવા માંગો છો તેનું નામ સર્ચ કરો. નામ સર્ચ કર્યા પછી, તે નામ પર ક્લિક કરો અને થોડું નીચે સ્ક્રોલ કરો, તમને ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે ઉમેરો વિકલ્પ દેખાશે. સેટઅપ પછી, જો તમે મુશ્કેલીમાં આવો છો, તો તમારે ફક્ત પાવર અને વોલ્યુમ ડાઉન બટનો એકસાથે દબાવવા પડશે, તમારી સામે ઇમરજન્સી કોન્ટેક્ટ્સ વિગતો દેખાશે અને તમે કોલ કરી શકશો.

  • Follow us on: