• લાંબા વીડિયો અપલોડ કરવામાં મળશે મદદ
  • 2 કલાકના વીડિયો શેર કરી શકાશે
  • ભારતમાં ટ્વિટર બ્લૂની સુવિધા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે

જ્યારથી એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી અનેક નવી ચીજો આવી રહી છે. તેની સાથે જ તે ટ્વિટરની તમામ સર્વિસને પેઈડ કરી ચૂક્યા છે. ટ્વિટર પર બ્લૂ ટિક મેળવવા માટે લોકોને રૂપિયા આપવા પડી શકે છે. જોકે તેની સાથે જ ટ્વિટર બ્લૂનું સબ્સ્ક્રિપ્શન લેનારાને તમામ સુવિધાઓ મળી રહી છે. આ સાથે ટ્વિટરની તરફથી તેના બ્લૂ સબ્સક્રાઈબર્સ માટે નવી જાહેરાત કરવામાં આવી છે. એલન મસ્કે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે જે લોકોની પાસે ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન છે તે હવે ટ્વિટર પર 2 કલાકનો વીડિયો અપલોડ કરી શકે છે. આ વીડિયોની ક્ષમતા 8 જીબીની હોઈ શકે છે. એનો અર્થ એ છે કે જે લોકો બ્લૂ ટિક માટે રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તે હવે લાંબા વીડિયો પણ ટ્વિટર પર શેર કરી શકશે.


એલન મસ્કનું ટ્વિટ

ટ્વિટરના માલિક મસ્કે ટ્વિટ કર્યું કે ટ્વિટર બ્લૂના વેરિફાઈડ સબ્સક્રાઈબર્સ હવે 2 કલાકના વીડિયો એટલે કે 8 જીબીના વીડિયો અપલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા ડ્યુરેશનના વીડિયો અપલોડ કરવામાં ટ્વિટર પર કોઈ મુશ્કેલી નહીં આવે. આ સાથે બ્લૂ સબ્સક્રિપ્શનના યૂઝર 2 કલાકના વીડિયો અપલોડ કરી શકશે.

 

Twitter Blue શું છે

ટ્વિટરે જાહેરાત કરી કે તેમની કંપની પેડ બ્લૂ ટિક સુવિધાની શરૂઆત કરી રહી છે. સૌથી પહેલા આ પેડ સર્વિસને અમેરિકા, યૂનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં લોન્ચ કરાયું છે. પછી ભારતમાં પણ પેઈડ બ્લૂ ટિક સર્વિસની શરૂઆત થઈ. ટ્વિટર બ્લૂના સબ્સક્રિપ્શન માટે મોબાઈલ યૂઝર્સને ભારતમાં દર મહિને 900 રૂપિયા ચૂકવવાના હોય છે.

ટ્વિટર પર છે 3 પ્રકારના ટિક

ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર 3 પ્રકારના ટિક છે. સરકારની સાથે જોડાયેલા એકાઉન્ટ માટે ગ્રે ટિક મળે છે. કંપનીઓને ગોલ્ડન ટિક આપવામાં આવે છે તો આ સિવાય ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શનના વેરિફાઈડ યૂઝર્સને બ્લૂ ટિક આપવામાં આવે છે.  

  • Follow us on: