ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. એલન મસ્કની કંપની starlinkએ ભારતમાં પોતાનું લાયસન્સ મેળવી લીધુ છે. હવે ભારતમાં પણ સેટેલાઈટ ઈન્ટરનેટનો રસ્તો સાફ થઈ ગયો છે. વહવે તમે વિચારી રહ્યા હશો કે બસ 810 રૂપિયાનું રિચાર્જ કરાવવાની સાથે ફાસ્ટ ઈન્ટરનેટ મળશે? તો સાંભળો. સ્ટારલિંક પ્લાન માટે ફક્ત 810 રૂપિયાનો જ ખર્ચ નથી. તે પહેલા તમારે હજારો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.
Starlinkની કીટમાં શું શું હોય છે?
Starlinkના ઈન્ટરનેટને વાપરવા માટે એક ખાસ કીટની જરુર હોય છે. આ કોઈ સામાન્ય વાઈફાઈ નથી જે ફક્ત રાઉટરથી ચાલશે. તેની કીટમાં આ ચાર વસ્તુનો સમાવેશ થાય છે. તેની ડિશ આગાશી પર કે ખુલ્લા આકાશની નીચે લગાવી શકાય છે. જેનાથી સેટેલાઈટ સિગ્નલને રિસિવ કરી શકાય છે. Wi-Fi રાઉટર આ ડીશમાંથી સિગ્નલ લઈને તમારા ફોન, લેપટોપ વગેરેમાં ઈન્ટરનેટ પહોંચાડે છે. પાવર કેબલ કીટ ઈલેક્ટ્રિસિટી સાથે જોડવામાં માટે આવે છે. તેના સિવાય માઉન્ટિંગ ટ્રાયપોડ આવે છે જે આ ડિશને ટેકવવા માટેનું સ્ટેન્ડ છે. આ આખુ સેટ અપ ડીટીએચ જેવું દેખાય છે. પણ તે ઈન્ટરનેટ આપવાનું કામ કરે છે.
810 રૂપિયાના પ્લાનનું સત્ય શું છે?
કેટલાક રિપોર્ટ પ્રમાણે Starlink ભારતમાં 810 રૂપિયા પ્રતિ મહીનાનો પ્લાન લઈને આવી શકે છે. સાંભળવામાં આ બહુ ઓછુ લાગશે પણ તેનો ઓરિજનલ ખર્ચ તેની કીટ અને ઈન્ટોલેશનમાં છે. ફક્ત પ્લાન લેવાથી તમને ઈન્ટરનેટ મળશે નહીં. પહેલા તમારે કીટ ખરીદવી પડશે જેનો ખર્ચ વદારે લાગી શકે છે.
Starlinkની કીટની કિંમત કેટલી?
હજી સુધી તેની ઓફિશ્યલ કીંમતનો ભારતમાં ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ અમેરિકા અને કેન્યા જેવા દેશોમાં તેની કિંમત 30,000 થી 36,000 રુપિયા સુધીની છે. તેનો અર્થ ચે કે ઈન્ટરનેટ શરૂ કરતા પહેલા તમારે લગભગ 30 હજાર રુપિયાનો ખર્ચ કરવો પડશે.