વોડાફોનના આ પ્લાનમાં મળશે 84 દિવસ માટે અનલિમિટેડ ડેટા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • વોડાફોનના આ પ્લાનમાં મળશે 84 દિવસ માટે અનલિમિટેડ ડેટા

વોડાફોનના આ પ્લાનમાં મળશે 84 દિવસ માટે અનલિમિટેડ ડેટા

 | 8:15 pm IST
  • Share

વોડાફોન ઇન્ડિયાએ તેના સુપર પ્લાન સીરીજને લઇને નવા ટેરિ પ્લાનને રજૂ કર્યો છે. વોડાફોનના આ નવા પ્લાનની હરિફાઇમાં એરટેલના પ્રી-પેડ પ્રોમિસ ટારિફ પ્લાનથી રહેશે. અનેક વર્તુળોમાં 200 રૂપિયાની અંદર વાળા પ્લાન્સ લોન્ચ કર્યા બાદ આ વખતે ઘણાં નવા પ્લાન્સ સાથે વોડાફોને વાપસી કરી છે. વોડાફોનના સુપર પ્લાન્સ લાઇનઅપમાં 409 રૂપિયા અને 459 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યા છે. વોડાફોન સુપર પ્લાન સ્કિમને તે વર્તુળમાં 2જીડેટા પહોંચડાવાનું છે. જ્યાં વોડાફોનનું 3G અને 4G કરવરેજ નથી.

વોડાફોનના 409 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે અનલિમિટેડ 2જી ડેટા આપવામાં આવી રહ્યો છે. તે સિવાય 70 દિવસની વેલિડીટી વાળા આ પ્લાનમાં પ્રતિદિવસ 100 એસએમએસ પણ આપવામાં આવશે. જ્યારે 459 રૂપિયાના ફાયદા પણ રહેશે. ફક્ત આ પ્લાનની વેલિડીટી 84 દિવસની હશે. આ પ્લાનની કિંમત અનેક વર્તુંળોમાં ઘણી ફાયદાકારક છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં 409 રૂપિયાની કિંમત 359 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે અનેક સર્કલમાં 459 રૂપિયાના પ્લાનની કિંમત 409 રૂપિયા રાખવામાં આવી છે. 409 રૂપિયા અને 459 રૂપિયાની કિંમત આંધ્ર-પ્રદેશ અને તેલગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ,બિહાર અને ઝારખંડ તેમજ હિમાચલ પ્રદેશ સર્કલ માટે વેલિડ હશે.

વોડાફોનના આ બન્ને નવા પ્લાનને ગુપ્ત રીતે લોન્ચ કર્યા છે. આ બન્ને પ્લાન્સને કંપનીએ અનેક સર્કલોમાં 176 રૂપિયા વાળા સુપર પ્લાન્સને રજૂ કર્યા બાદ લોન્ચ કર્યો છે. 176 રૂપિયાના પ્લાનમાં પણ 28 દિવસ માટે આ પ્રકારના ફાયદા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન