Texas Indian American Anika Chebrolu Wins 2020 Young Scientist Challenge
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય મૂળની અનિકાની અનોખી સિદ્ધિ, કોરોનાની સારવારમાં નવો માર્ગ શોધવામાં થશે મદદરૂપ!

ભારતીય મૂળની અનિકાની અનોખી સિદ્ધિ, કોરોનાની સારવારમાં નવો માર્ગ શોધવામાં થશે મદદરૂપ!

 | 10:40 am IST
  • Share

કોવિડ-19 (COVID-19)ના સંક્રમણની સારવાર શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં હોડ લાગેલી છે, પરંતુ તેમાં ભારતીય મૂળની અનિકાએ અનોખી સિદ્ધી મેળવી લીધી છે. ફ્રીસ્કો, ટેક્સાકમાં 14 વર્ષની ભારતીય અમેરિકન અનિકા ચેબરોલૂ (Anika Chebrolu) એ 2020થી 3M યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ (3M Young Scientist Challenge) જીતી લીધી છે અને તેને ઇનામના ભાગરૂપે 25 હજાર અમેરિકન ડોલર આપવામાં આવશે. અનિકાની આ શોધ કોવિડ-19ની થેરપી શોધવામાં નોંધપાત્ર પગલું સાબિત થઈ શકે છે.

CNNના અહેવાલ મુજબ, અનિકાની શોધથી સિલિકોનો મેથોડોલોજીનો ઉપયોગ કરી મોલેક્યૂલ તૈયાર કરવામાં આવી શકે છે જેનાથી SARS-CoV-2ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય છે. પોતાની શોધમાં અનિકાએ એક એવા અણુની શોધ કરી છે જે SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને પસંદ કરે છે. આ વાયરસ પ્રોટીનને બાંધવા અને રોકવા સંભવિત રૂપથી સેલમાં વાયરસના પ્રવેશને રોકી દેશે.

અનિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને આશા છે કે મારા આ સંશોધનથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવા પર કાબૂ મેળવી શકાશે અને થોડાક સમયમાં જ પહેલા જેવું સામાન્ય જીવન આપણે ફરી જીવી શકીશું.

પોતાની શોધમાં અનિકાએ અનેક સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને સ્પાઇક પ્રોટીનની વિરુદ્ધ ડ્રગ-સમાનતા ગુણો, એડીએમઈટી ગુણો અને બાધ્યકારી સ્નેહક માટે લાખો નાના અણુઓની તપાસ કરી. SARS-CoV-2 વાયરસના સ્પાઇક પ્રોટીન માટે સૌરી સારી ઔષધીય અને જૈવિક ગતિવિધિ વાળા એકે અણુને મુખ્ય અણુના રૂપમાં પસંદ કરવામાં આવતો હતો, જે COVID-19 રિલીજ નોટોને પ્રભાવી ઉપચાર માટે એક સંભવિત દવા હોઈ શકે છે. નોંધનીય છે કે, અનિકાએ પોતાનો પ્રોજેક્ટ તે જ્યારે ધોરણ-8માં હતી ત્યારે સબમિટ કર્યો હતો, પરંતુ તે હંમેશા કોવિડ-19ની સારવાર શોધવા માટે હંમેશા ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી.

આ વીડિયો પણ જુઓ: મહેસાણામાં કમોસમી વરસાદથી નુકશાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન