Thailand to welcome vaccinated tourists from July; rooms available for $1
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સસ્તામાં થાઇલેન્ડ ફરવાની સૌથી શ્રેષ્ઠ તક, હોટલ રૂમ ફકત 72 રૂપિયામાં ઉપલબ્ધ

સસ્તામાં થાઇલેન્ડ ફરવાની સૌથી શ્રેષ્ઠ તક, હોટલ રૂમ ફકત 72 રૂપિયામાં ઉપલબ્ધ

 | 10:22 am IST
  • Share

ભારતના લોકો માટે થાઇલેન્ડ હંમેશાથી પસંદગીનું પર્યટન સ્થળ રહ્યું છે. થાઇલેન્ડના રોમેન્ટિક શહેરોમાંથી એક ફૂકેટ છે. અલગ-અલગ દેશોમાંથી કપલ્સ અહીં હનિમૂન મનાવા આવે છે. ફૂકેટનો એક નજારો આપને આકર્ષિત કરી દે તેવો હોય છે. અહીંની હોટલ્સ, બીચ અને એડવન્ચર પ્લેસ પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે.

આપને જણાવી દઇએ કે રસી મૂકાવી ચૂકેલા વિદેશી પ્રવાસીઓ માટે ફૂકેટ (થાઇલેન્ડ) જુલાઇ મહિનાથી પોતાના દેશમાં આવવાની મંજૂરી આપવા જઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે થાઇલેન્ડમાં એક પર્યટન ગ્રૂપે એક કેમ્પેઇન ચાલુ કર્યું છે. તેના અંતર્ગત હોટલના રૂમ ખૂબ જ ઓછા ભાવે મળશે. આ કેમ્પેઇનને ‘વન નાઇટ, વન ડોલર’ના નામથી ઓળખાય છે. જે થાઇલેન્ડના પર્યટન પરિષદ (TCT) દ્વારા ચલાવામાં આવેલ કેમ્પેઇન છે.

આ યોજના અંતર્ગત હોટલ્સના રૂમની કિંમત લગભગ 1 ડોલર એટલે 72 રૂપિયા હશે. આ સિવાય હોટલના બધા રૂમ માત્ર એક ડોલર એક રાતના હિસાબથી ઉપલબ્ધ કરાવાશે.

સામાન્ય રીતે અહીં રૂમનું ભાડું 1000 થી 3000 baht એક દિવસનું એટલે કે લગભગ 2328 રૂપિયાથી 6984 રૂપિયાની વચ્ચે હોય છે. સૂત્રોના મતે જો કેમ્પેઇન સફળ સાબિત થશે તો તેને કોહા સમુઇ અને બેંકોક જેવા બીજા લોકપ્રિય પર્યટન સથ્ળોમાં પણ લાગૂ કરી શકાશે.

થાઇલેન્ડના પર્યટન પ્રાધિકરણના ગવર્નર યુથાસાક સુપાસોર્ને કહ્યું કે ફૂકેટ તબક્કાવાર રીતે આંતરરાષ્ટ્રીય પર્યટકોને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપવા જઇ રહ્યું છે. 1 જુલાઇથી એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટકોને મંજૂરી મળશે જેઓ રસી મૂકાવી ચૂકયા છે. તેમણે એ પણ કહ્યું કે નિયમોનું કડકાઇથી પાલન કરનાર લોકોને જ મંજૂરી મળશે.

મીડિયા રિપોર્ટસના મતે ટીસીટીના અધ્યક્ષ ચમન શ્રીસાવતે કહ્યું કે થાઇલેન્ડ છેલ્લાં 15 મહિનાથી કોરોના મહામારીના લીધે આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો પોતાની નોકરી ગુમાવી ચૂકયા છે. એવામાં ફકત પર્યટન જ તેમને બચાવી શકે છે.

રિપોર્ટસના મતે થાઇલેન્ડમાં કોરોના મહામારીના લીધે શરૂઆતના તબક્કામાં લગભગ 1236 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું. તેની સાથે જ થાઇલેન્ડમાં અત્યારે લગભગ 1.77 લાખ કોવિડ-19 સંક્રમણના પોઝિટિવ કેસ નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન