The 104-year-old Woman from Morbi defeated Corona with determination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પોતાની ચાર પેઢીઓ જોનાર 104 વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો

પોતાની ચાર પેઢીઓ જોનાર 104 વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો

 | 4:28 pm IST
  • Share

કોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના 104 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.

મોરબીના 104 વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે. અને જરાય ડર્યા વગર હિંમત રાખીને જરૂરી દવા સહિતની સારવાર કરાવીને ફરીથી સ્વસ્થ થયા છે.

મૂળ માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ ઉપર તિરુપતિ સોસાયટી પાસે આવેલ ક્રિષ્ના પેલેસ-103માં રહેતા છબીબેન નરસીભાઈ ધાનજા નામના વૃદ્ધા 104 વર્ષની ઉંમરે પણ આરોગ્યની યોગ્ય કાળજી લઈને શરીરે એકદમ ચુસ્ત છે. આટલી ઉંમરે તો કોઈ ભાગ્યે જીવી શકે છે. ત્યારે આ વૃદ્ધા જીવનના 100 વર્ષ પુરા કર્યા બાદ પણ સ્વસ્થ રહીને પોતાની ચાર પેઢી સાથે હસીખુશીથી સુખી જીવન જીવે છે. તેઓ શરીરે એકદમ કડેધડે છે.

દરમિયાન 15 દિવસ પહેલા વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા હતા. પણ તેઓ અડગ મનોબળ ધરાવતા હોવાથી કોરોનાના હાઉને જરાય મનમાં હાવી થવા દીધો ન હતો.

આ વીડિયો પણ જુઓ : BCCIએ IPL-21 રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન