The ads that are shown to you on social media are based on your data
  • Home
  • Tech
  • સોશિયલ મીડિયા પર તમારી પસંદગીની વસ્તુની જ એડ કેમ આવે છે ?

સોશિયલ મીડિયા પર તમારી પસંદગીની વસ્તુની જ એડ કેમ આવે છે ?

 | 5:59 pm IST
  • Share

આપણે મોટા ભાગના લોકો આપણી માહિતી અલગ અલગ વેબસાઈટ અને એપ દ્વારા શેર કરતા રહીએ છીએ. આપણે એવું ત્યારે કરીએ છીએ જ્યારે આપણએ તેને કેટલીક પરમિશ આપીએ છીએ. અથવા તો કુકીઝને આપણી ઓનલાઈન એક્ટિવિટીને ટ્રેક કરવાની પરવાનગી આપીએ છીએ. આ ફર્સ્ટ પાર્ટી કુકુઝ હોય છે. જે વેબસાઈટને આપણી કેટલીક વસ્તુ યાદ અપાવવાની પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લોગઈન કુકુઝ તમારી લોગઈન માહિતીને સેવ કરવાની પરવાનગી માંગે છે જેથી તમારે વારંવાર લોગઈન કરવું ન પડે.

શું તમે જાણો છો કે આ વેબ કુકી શું હોય છે ? જો ન જાણતા હોવ તો તેને જવાબ અને માહિતી આજે અમે તમને આપીશું. આ એક પ્રકારનું ડેટા પેકેજ હોય છે જે કોઈપણ વેબસાઈટ ઉપર તમારી એક્ટિવિટીને ભેગી કરે છે. એવામાં જ્યારે પણ તમે કોઈ વેબસાઈટ્સ ઉપર જાઓ છો તો તે વેબસાઈટ તમારા કોમ્પ્યુટરને કુકીજમાં મોકલે છે અને તમારા કોમ્પ્યુટર તેને તમારા વેબબ્રાઉઝરની અંદર રહેલી ફાઈલમાં ભેગી કરી છે. જો કે થર્ડ પાર્ટી કુકીઝ તેનો ભાગ બનતી નથી. તેના પછી માર્કેટર્સને તમારા ડેટા ઉપલબ્ધ કરાવે છે. જેનાથી જાહેરાતકર્તા તમારી દિનચર્યા, તમારી જરૂરિયાત વગેરેનો હિસાબથી તમને જાહેરાત મોકલે છે.  

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં કેટલાક મશીન લર્નિંગ ટેકનીક છે જે તમારી સિસ્ટમને તમારા ડેટાને ફિલ્ટર અને એનાલિસિસ કરવામાં મદદ કરે છે. જેમાં રિન્ફોર્સમેન્ટ લર્નિંગ પણ સામેલ હોય છે. તેને RL એજેન્ટ પણ કહેવામાં આવે છે. એક RL એજેન્ટ તે પણ હોય છે જે કોઈપણ વ્યક્તિની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ સમજીને પોતાને ટ્રેન કરે છે. આ એ વાતને સમજાવે છે કે તમે કોઈપણ પ્રકારની પોસ્ટ તરફ વધારે આકર્ષિત છો કે પછી તમને ક્યાં પ્રકારની પ્રોડક્ટની જરૂરિયાત છે.

તમને જે જાહેરાત બતાવવામાં આવે છે તે શેના પર આધારિત હોય છે ?

અન્ય પ્લેટફોર્મ કરવામાં આવેલી જાહેરાત પર ક્લિક 

ઉંમર, ઈમેઈલ, લિંગ, લોકેશન જેવી જાણકારીઓ પ્લેટફોર્મ ઉપર શેર કરવી

જાહેરાતકરત્ઓ માર્કેટિંગ પાર્ટનર્સ દ્વારા પ્લેટફોર્મની સાથે ડેટા શેર કરવા જેથી યૂઝર તમે પહેલાથી જ છો

પ્લેટફોર્મ ઉપર કોઈપણ પેજ અથવા તો ગૃપ જોઈન કરવું અથવા તો લાઈક કરવી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો