The Bulls remained firm and saw a rebound the next day after the short covering
  • Home
  • Business
  • બુલ્સ મક્કમ રહેતાં શોર્ટ કવરિંગ પાછળ બીજા દિવસે ઉછાળો જોવાયો  

બુલ્સ મક્કમ રહેતાં શોર્ટ કવરિંગ પાછળ બીજા દિવસે ઉછાળો જોવાયો  

 | 12:52 am IST
  • Share

  • સેન્સેક્સ 777 પોઇન્ટ્સ જ્યારે નિફ્ટી 235 પોઇન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યા 

  • બ્રોડ માર્કેટમાં તેજી પાછળ બીએસઈ ખાતે બે શેર્સથી વધુમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો 

  • બે ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટીમાં માર્કેટ વેલ્થમાં રૂ. 4.19 લાખ કરોડની વૃદ્ધિ

 

ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ સેન્ટિમેન્ટમાં બદલાવ જોવા મળ્યો છે. ગુરુવારે મોટાભાગના ટ્રેડર્સની અપેક્ષાથી વિરુદ્ધ નિફ્ટી 234.75 પોઈન્ટ્સના સુધારા સાથે 17,200-17,300ની રેંજના અવરોધ ઝોનને પાર કરી 17,401.65ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 776.50 પોઈન્ટ્સ ઊછળી 58,461.29 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. જેની પાછળ બેથી વધુ શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 7 ટકા ગગડી 18.08ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં બે માર્કેટ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 4.19 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે.  

યુએસ બજારમાં બુધવારે સતત બીજા દિવસે ઘટાડા વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર કામકાજ જોવા મળતું હતું. જેની વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૃઆત ગેપ-અપ જોવા મળી હતી. પોઝિટિવ ઓપનિંગ બાદ મોટાભાગનો સમય બજાર રેંજ બાઉન્ડ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 400-500 પોઈન્ટ્સ વચ્ચે અથડાયેલો રહ્યો હતો. જોકે બપોર બાદ ઓચિંતા શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં સુધારાનો નવો દોર જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 58,514ની ટોચ દર્શાવી 58,461ના સ્તરે બંધ રહ્યો હતો. જે છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોનું ટોચનું સ્તર હતું. નિફ્ટી દિવસના 17,149.30ના તળિયાથી સુધરતો રહી 17,420ની ટોચ બનાવી 17,400ની સપાટી પર બંધ આપવામાં સફ્ળ રહ્યો હતો. આમ સપ્તાહના આખરી દિવસે જો વૈશ્વિક બજારોનો સાથ મળશે તો શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી વધુ સુધારો દર્શાવે તેમ એનાલિસ્ટ્સનું માનવું છે. તેમના મતે બેન્ચમાર્ક 17,600ના સ્તરને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જે તેના માટે હવેનો મહત્ત્વનો અવરોધ છે. જો આ સ્તર પાર થશે તો નિફ્ટી માટે 18 હજાર સુધીનો માર્ગ મોકળો થશે.  

ગુરુવારે નિફ્ટીના 50માંથી માત્ર ત્રણ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં.જેમાં સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક મુખ્ય હતાં. જ્યારે અદાણી પોટ્ર્સ, એચડીએફ્સી, પાવરગ્રીડ કોર્પોરેશન, સન ફર્મા, તાતા સ્ટીલ, બીપીસીએલ અને ટેક મહિન્દ્રા સુધરવામાં ટોચ પર હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સૌથી સારો સુધારો દર્શાવવામાં જીએમઆર ઈન્ફ્રા ટોચ પર હતો. એ સિવાય ર્પિસસ્ટન્ટ સિસ્ટમ, એસઆરએફ્, એમસીએક્સ ઈન્ડિયા, પીવીઆર અને માઈન્ડટ્રીએ પણ 3 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો.  

સેક્ટરલ સૂચકાંકોમાં આઈટી, મેટલ, એફ્એમસીજી, એનર્જીમાં એક ટકાથી 2 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી મીડિયા પણ 1.55 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. એકમાત્ર નિફ્ટી ઓઈલગેસ 4.2 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. લગભગ સપ્તાહ બાદ બજારમાં માર્કેટ બ્રેડ્થ ઘણી મજબૂત જળવાય હતી. બીએસઈ ખાતે 3400 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2185 પોઝિટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 106૫ કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે નેગેટિવ બંધ રહ્યાં હતાં. 150 કાઉન્ટર્સ સ્થિરતાં દર્શાવતાં હતાં. 437 કાઉન્ટર્સે અપર ર્સિકટ્સમાં બંધ આપ્યું હતું. જ્યારે 209 કાઉન્ટર્સ નીચલી ર્સિકટમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મિડ-કેપ ઈન્ડેક્સ 1.15 ટકા સુધારા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.61 ટકા સુધરી બંધ જોવા મળ્યો હતો. સ્મોલ-કેપ સેગમેન્ટમાં સુધારો દર્શાવનારા અગ્રણી કાઉન્ટર્સમાં સેન્ચૂરી (8.37 ટકા), સીડીએસએલ (6.62 ટકા), આઈઆરબી ઈન્ફ્રા (4.99 ટકા), કેપલીન લેબ્સ (4.87 ટકા), બ્લ્યૂસ્ટાર (4.41 ટકા) અને ગોડફ્રે ફિલિપ્સ (4.33 ટકા)નો સમાવેશ થાય છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો