The Cases of Love Affairs in Gujarat, Chhota Udaypur Police Filed Compliant Against
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • છોટાઉદેપુરના ચીલીયાવાટમાં પ્રેમીપંખીડાઓને સજા આપનાર 9ની ધરપકડ, તાલીબાની સજાનો Video વાયરલ

છોટાઉદેપુરના ચીલીયાવાટમાં પ્રેમીપંખીડાઓને સજા આપનાર 9ની ધરપકડ, તાલીબાની સજાનો Video વાયરલ

 | 9:47 am IST
  • Share

છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાટ ગામે આદિવાસી પ્રેમી પંખીડા ભાગી જતા તેમને ગામમાં પાછા લાવી એક વૃક્ષ સાથે યુવાનને બાંધી તાલિબાની સજા ફ્ટકારવામાં આવી હતી.આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેના આધારે રંગપુર પોલીસે નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં નવે નવ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરાશે.

છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવેલા ચીલીયાવાટ ગામે ત્રણેક દિવસ પહેલા પ્રેમી યુગલ ગામ છોડી ફરાર થઈ ગયા હતા.યુવતીના સગાસંબંધીઓએ પ્રેમી યુગલની ભાળ મેળવી તેમને ચીલીયાવાટ લઈ આવ્યા હતા. ચીલીયાવાટ ગામે ભરેડા ફ્ળિયામાં એક વૃક્ષ સાથે પ્રેમી યુવાનને બાથ ભીડાવી તેના હાથ દોરડા વડે બાંધી દીધા હતા. ત્યારબાદ ચાર વ્યક્તિઓએ લાકડીઓ વડે વૃક્ષ સાથે બાંધેલા યુવાન અને પ્રેમી યુવતી બંનેને ઉપરાઉપરી ઝાપટ મારી હતી.જે ઘટનાનો વીડિયો કોઈકે મોબાઈલમાં ઉતારી દીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

છોટાઉદેપુર પોલીસે આ વિડિયોની તપાસ હાથ ધરી ચીલીયાવાટ ગામની ઘટના હોવાની પુષ્ટિ કરી એ ગામમાં તપાસ હાથ ધરતા કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ ફેજદારી રાહે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં માર મારનાર ચાર આરોપીઓ અને વિડિયો ઉતારનાર એક વ્યક્તિ સહિતનાઓનો સમાવેશ થાય છે.પોલીસે રાત્રે જ પાંચ જણ ને ઝડપી લીધા હતા.જ્યારે અન્ય ચારને ઝડપી પાડવા મધ્યપ્રદેશની વાટ પકડી હતી.અંતે બીજા ચાર પણ ઝડપી લેવાયા છે.

વાયરલ થયેલો વીડિયો બે મીનીટ 46 સેકન્ડનો છે. છોટાઉદેપુર જિલ્લાના સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. આ ઘટના તા. 20 જુલાઈના રોજ બની હોવાનું પણ જાણવા મળ્યું હતું.પોલીસે આ ઘટના સંલગ્ન તમામ માહિતી મેળવી હતી.જેમાં પ્રેમી યુગલ ચીલીયાવાટ ગામેથી આજથી ત્રણ ચાર દિવસ પહેલા ભાગી ગયું હતું આ અંગે તેમના પરિવારને જાણ થતા પ્રેમી યુગલની શોધ ચલાવી બંનેને પકડી લાવ્યા હતા.

આ ઘટનામાં વિડીયો ઉતારવા પણ ગુનો બનતો હોય પોલીસે વિડિયો બનાવનાર યુવાન અરવિંદ ઉફ્ર્ે હરલા ભાઈ ધનાભાઈ ધાણુંક રહે. ચીલીયાવાટ ની પણ ધરપકડ કરી લીધી છે.

કોની સામે ગુનો નોંધાયો?

1 ચિતલીયાભાઈ અમદાભાઈ ધાણુંક
2 ગોરધનભાઈ થાવરીયાભાઈ ધાણુંક
3 રાજુભાઇ ગોહેડાભાઈ રાઠવા
4 રેશમાભાઈ પારસિંગભાઈ ધાણુંક
5 ગુમાનભાઇ અનુડીયાભાઇ ધાણુંક
6 રેવજીભાઇ અનુડીયાભાઇ ધાણુંક
7 રાળીયાભાઇ નાયકાભાઈ ધાણુંક
8 કાળીયાભાઇ નાયકાભાઇ ધાણુંક
9 અરવિંદ ઉફ્રે હરલાભાઇ ધનાભાઈ ધાણુંક
તમામ રહે.ભરેડા ફ્ળીયા,ગામ-ચીલીયાવાન્ટ તા.છોટાઉદેપુર
તમામ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.તેમને ક્વોરોન્ટાઇન કરાયા છે.કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાનાર છે.

યુવક યુવતીને કોણે માર માર્યો હતો? ચીલીયાવાટ ગામે બનેલા ચકચારી તાલીબાની સજા ફ્ટકારવાના બનાવમાં ચાર વ્યક્તિઓએ લાકડી વડે પ્રેમી યુગલને માર માર્યો હતો જેમાં…

1 ચિતલીયાભાઈ અમદાભાઈ ધાણુંક
2 ગુમાનભાઇ અનુડીયાભાઇ ધાણુંક
3 રાળીયાભાઇ નાયકાભાઈ ધાણુંક
4 કાળીયાભાઇ નાયકાભાઇ ધાણુંક સમાવેશ થાય છે.

આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ?

બનાવ અંગે રંગપુર પોલીસ મથકે પીએસઆઈ એન.એમ.ભુરીયાએ તુરંત ગુનો નોંધી ફેજદારી રાહે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી. 323, 364, 342, 142, 143, 147, 148, 149, 504, 506(2),આઈ.ટી.એકટ 67 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ન લેતા પોલીસનો સંપર્ક કરે

પ્રેમ પ્રકરણ અંગેની આવી ઘટનાઓ માં ખાનગીમાં કે જાહેરમાં માર મારવો યોગ્ય નથી આવી ઘટનાઓમાં પોલીસનો સંપર્ક કરવો જોઈએ પોલીસ યથાયોગ્ય કાયદાકીય પગલાં ભરશે અને કાયદાની મર્યાદામાં ગુનો નોંધી તપાસ હાથ ધરશે જેથી કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે અને જરૂર પડે પોલીસનો સંપર્ક કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન