The central government has issued guidelines on the new corona virus
  • Home
  • India
  • કોરોનાના નવા વાયરસને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન કરી જાહેર

કોરોનાના નવા વાયરસને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન કરી જાહેર

 | 10:02 pm IST
  • Share

  • નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર આવી એક્શનમાં
  • વિદેશથી આવતા લોકો પર કડક નિયમો લાગુ કર્યા
  • ભારત આવતા લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવશે

 

વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરથી નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, જોખમની શ્રેણીમાં આવતા દેશોના પ્રવાસીઓએ ભારત પહોંચવા પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને ટેસ્ટના પરિણામ સુધી એરપોર્ટ પર રાહ જોવી પડશે. જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તેઓએ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને આઠમા દિવસે ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. આ વખતે પણ જો તે નેગેટિવ આવશે તો તેને આગામી સાત દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કહેવામાં આવશે.

આ દિશાનિર્દેશો અનુસાર, હવે મુસાફરોએ મુસાફરી શરૂ કરતા પહેલા 14 દિવસની મુસાફરીની માહિતી સબમિટ કરાવવી અને કોરોના વાયરસનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટને એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો ફરજિયાત રહેશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ જોખમ ધરાવતા દેશો સિવાયના અન્ય દેશોના પ્રવાસીઓને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે અને 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કહેવામાં આવશે. કુલ ફ્લાઇટના 5% મુસાફરો આગમન સમયે એરપોર્ટ પર RT-PCR પરીક્ષણમાંથી પસાર થશે. એરપોર્ટ પર હાજર એરપોર્ટ કર્મચારીઓ કુલ મુસાફરોના પાંચ ટકા (કોઈપણ મુસાફર રેન્ડમ)નું પરીક્ષણ કરી શકે છે.

આ દેશોને રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે
1. યુકે સહિત યુરોપના તમામ દેશો
2. દક્ષિણ આફ્રિકા
3. બ્રાઝિલ
4. બાંગ્લાદેશ
5. બોત્સવાના
6. ચીન
7. મોરેશિયસ
8. ન્યુઝીલેન્ડ
9. સિંગાપોર
10. ઝિમ્બાબ્વે
11. હોંગકોંગ
12. ઇઝરાયેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો