The challenge for the medical world, the second corona stain silent killer, the biggest revelation so far in the study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • તબીબી જગત માટે પડકાર: બીજા કોરોના સ્ટેઈનમાં પહેલા 6 દિવસ ચિન્હો દેખાતા જ નથી, અને પછી જે સ્થિતિ ઉદ્દભવે છે તે…

તબીબી જગત માટે પડકાર: બીજા કોરોના સ્ટેઈનમાં પહેલા 6 દિવસ ચિન્હો દેખાતા જ નથી, અને પછી જે સ્થિતિ ઉદ્દભવે છે તે…

 | 10:41 am IST
  • Share

વડોદરામાં તાંડવ મચાવી રહેલો બીજા તબક્કાનો કોરોના વાઈરસ તબીબી જગત માટે પણ પડકારરૂપ બની રહ્યો છે. આ વખતના સ્ટેઈનનો અભ્યાસ કરનારા નિષ્ણાંત તબીબોનો એવો મત છે કે સાઈલેન્ટ કિલર વાઈરસના પહેલા 6 દિવસ સુધી કોઈ ચિન્હો દેખાતા નથી માત્ર નાકમાંથી પાણી ટપકે છે. 6ઠ્ઠાથી 8મા દિવસે સાચુ સ્વરૂપ ધારણ કરે છે અને પેશન્ટને પથારીમાં પટકે છે. કોરોના મહામારીના બંન્ને દોરમાં સક્રીય રહેલાં શહેરના ડોકટર ભરત મોદીએ જણાવ્યુ છે કે, પહેલા તબક્કાના કોરોના વાઈરસના તફાવત જુદા હતા ત્યારે જીભનો સ્વાદ અને નાકમાં સ્મેલની અનુભૂતિ થતી નહોતી. સતત ખાસી ઉધરસ થતી હતી ચાર થી પાંચ દિવસ સુધી તાવ રહેતો હતો. પરંતુ હાલનો સ્ટેઈન પહેલા કરતાં ઘણો વધારે ઈફેક્ટીવ છે.

તબીબોના અભ્યાસમાં એવું તારણ સામે આવ્યુ છે કે, નવા સ્ટેઈન સાઈલેન્ટ છે જેના પહેલા 6 થી 8 દિવસ સુધી કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાતા નથી માત્ર સાધારણ શરદી થાય છે નાકમાંથી સતત પાણી ટપકતુ રહે છે. ત્યાર પછી શરીર તુટે છે ઓક્સિજન લેવલ ઘટે છે અને કન્ડીશન બગડે છે. પેશન્ટ ડોકટર પાસે જાય છે ત્યારે મોટાભાગના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવતો હોય છે. બીજા તબક્કના સ્ટેઈનને ઓળખવામાં ડોકટરો પણ થાપ ખાઈ ગયા હતા.

5મા અને 8મા દિવસે સિટીસ્કેનનો સાચો રીપોર્ટ આવે છે

પહેલા તબક્કામાં ડોકટરો દ્વારા શરુઆતમાં જ સિટી સ્કેન કરવામાં આવતુ હતુ. પરંતુ બીજા દોરમાં 5માં અને 8મા દિવસે પેશન્ટનું સિટી સ્કેન કરવામાં આવે છે. ત્યારે સાચુ ચિત્ર જણાય છે. જો પહેલા અથવા બીજા દિવસે સિટી સ્કેન કરવામાં આવે તો રીપોર્ટમાં વાઈરસની હાજરી જણાતી નથી.

હવે આખુ પરીવાર સંક્રમિત થાય છે

છેલ્લા એક માસ દરમીયાન એવા સેંકડો કિસ્સા જોવા મળ્યા છે કે એક સાથે આખુ પરીવાર ઝપેટમાં આવી જાય છે. આખુ પરીવાર સંક્રમિત થવાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી બીજા સ્ટેઈનમાં શરદીના લક્ષણ જણાય તો તુરંત ફેમિલી ફીઝીશીયનની સારવાર શરુ કરવી હીતાવહ જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન