The chief guest for the anniversary was the Prime Minister of India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • વાત એ જ આઝાદીની જેની વર્ષગાંઠ માટે મુખ્ય અતિથિ ભારતના વડાપ્રધાન બન્યા

વાત એ જ આઝાદીની જેની વર્ષગાંઠ માટે મુખ્ય અતિથિ ભારતના વડાપ્રધાન બન્યા

 | 11:09 pm IST
  • Share

1947માં અંગ્રેજોને ભગાડ્યા. પરંતુ, અંગ્રેજો ભારતને બે ટુકડામાં વહેંચી ગયા. ધર્મના નામ પર દુનિયામાં પહેલો દેશ બન્યો અને એ હતો પાકિસ્તાન. પરંતુ, મહત્વની વાત એ છેકે, ધર્મ પાકિસ્તાનને લાંબા સમય સુધી એકજુટ ન રાખી શક્યો. આઝાદીના થોડા વર્ષો બાદ જ પંજાબી પ્રભુત્વ અને પશ્ચિમી પાકિસ્તાનના દબદબા વિરૂદ્ધ પૂર્વ ભાગમાં અસંતોષની આગ ઉઠી. એ આગ હતી આઝાદી માટે. એ લડાઇ હતી પોતાના વર્ચસ્વ માટે. આજે વાત એ જ આઝાદીની જેની વર્ષગાંઠ માટે મુખ્ય અતિથિ ભારતના વડાપ્રધાન બન્યા છે. આજે વાત એ જ લડાઇની જે ભારત અને બાંગ્લાદેશના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્થાન પર છે.

પાકિસ્તાનના એ જુલમનો. એ અન્યાયનો બદલો લેવાનો હતો. પાકિસ્તાન સામે લડત માટે બાંગ્લાદેશના લડવૈયાઓ પોતાના જીવની બાજી લગાવતા હતા. પરંતુ, હંમેશા ભારત પાડોશીને મદદગાર રહ્યું છે એ આજકાલથી નહીં પરંતુ, ઇતિહાસ એનો સાક્ષી રહ્યો છે.

પૂર્વી પાકિસ્તનના બાંગ્લાદેશ બનવાની કહાની. જેની ઇબાદત ભારતે લખી. પાકિસ્તાનનો એક એવો વિસ્તાર જેને દુનિયાના નક્શામાં દેશનું નામ મળ્યું. આજે એ જ બાંગ્લાદેશ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ આઝાદી છે પાકિસ્તાનના સિતમથી. આ જશ્ન છે પોતાની ઓળખ મેળવવાનો. આ જ કારણ છેકે, બાંગ્લાદેશે પોતાની આઝાદીના સ્વર્ણ જંયતિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન