The Chinese Army started Infiltrating in August 2019 In Ladakh
  • Home
  • India
  • લદ્દાખના રહેવાસીનો સનસની ખુલાસો, ચીની સૈન્યની ઘુષણખોરીને લઈ કર્યો ઘટસ્ફોટ

લદ્દાખના રહેવાસીનો સનસની ખુલાસો, ચીની સૈન્યની ઘુષણખોરીને લઈ કર્યો ઘટસ્ફોટ

 | 11:05 pm IST

ડુરબોકના એક રહીશે દાવો કર્યો હતો કે પૂર્વ લદ્દાખના ગાલવાન ઘાટી અને ડીબીઓ સેક્ટરમાં અતિક્રમણના પહેલા સંકત ઓગસ્ટ 2019માં મળ્યા હતા. આ રહીશે દાવો કર્યો હતો કે સૈન્યને જાણ કરી હતી કે તેના બે ઘોડા ભારતીય સીમામાં ચરતા હતા, ત્યારે ચીનના સૈનિકો તે ઉઠાવી ગયા હતા.

આમ છતાં આ રહીશે દાવો કર્યો હતો કે તેને આ મુદ્દે ચૂપ રહેવા માટે કહેવાયું હતું અને તે બદલ વળતર આપવાનું વચન પણ અપાયું હતું, તે આજ સુધી અપાયું નથી.

ડુરબોકના રહીશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીનાઓ આપણી સીમામાં આવ્યા હતા અને મારા બે ઘાડા તથા બીજા એક ઘોડાનું 10 હજાર રૂપિયાનું જીન ઉઠાવી ગયા હતા. તેને ચૂપ રહેવા કહેવાયું હતું અને તેને એ બદલ વળતર ચૂકવાશે એવું પણ કહેવાયું હતું. આ મુદ્દાએ જોર પકડયું છે અને સ્થાનિક તંત્રે પણ આ મુદ્દે મોં સેવી લીધા છે.

2018માં પૂર્વ લદ્દાખના દેમચોક વિસ્તારમાં ઉરગૈન ચોડોન પરિવારના પાંચ યાક ગુમ થયા હતા. તે ચીનના કબજામાં હતા. બંને દેશના સૈન્ય વચ્ચેના હાલના તણાવથી આ સરહદી ગામના લોકોમાં ગૂંચવાડો પેદા થયો છે.

ભારતીય સીમામાં ગૌચરમાં ઘોડા ચરાવવા સૈન્ય જવા નહીં દેતું હોવાની ફ્રિયાદ

પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારના રહીશો ઘણી વખત ફ્રિયાદ કરે છે કે, સૈન્ય તેમને ભારતીય સીમામાં આવેલા પરંપરાગત ગૌચરમાં ઘોડા ચરાવવા જવા દેતા નથી. જો તેઓ એ ગૌચરમાં પહોંચી જાય તો પણ ચીનનું સૈન્ય તેમને આક્રમકતાથી પાછા ધકેલી દે છે અને ઘણી વખત તેમની પાછળ તાલીમ પામેલા કૂતરાઓ દોડાવે છે.

સૈન્ય તથા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલાઓને જાનનું જોખમ

અમારા વિસ્તારમાં સૈન્યની ભારે હિલચાલ છે. સ્થાનિક રહીશ તણાવમાં છે અને સૈન્ય તેમજ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે અગ્રીમ હરોળ પર મજૂર તરીકે કામ કરતા લોકો તથા તેમના પરિવારને જાનનું જોખમ લાગે છે, એમ આ અઠવાડિયે પોતાના ગામ ડુરબોકથી કારુ આવેલા એક રહીશ સોનમે જણાવ્યું હતું.

વિસ્તારનાં રક્ષણ માટે પ્રાર્થના

સોનમે વધુમાં કહ્યું હતું કે, ચૂશૂલ, પેંગોંગ લેકની આસપાસનો વિસ્તાર, ડુરબોક, શ્યોક અને અન્ય વિસ્તારના ગામોના મોટા ભાગના રહીશો પોતાના વિસ્તારની યુદ્ધથી રક્ષા કરવા તેમજ હાલની સ્થિતિમાંથી શાંતિપૂર્ણ ઉકેલ આવે એવી ખાસ પ્રાર્થના કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન