The Chinese military viralized posters running propaganda against Taiwan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીની સેનાની તાઈવાનને ખુલ્લી ધમકી, યુદ્ધ માટે તૈયાર રહો, પોસ્ટરો વાયરલ

ચીની સેનાની તાઈવાનને ખુલ્લી ધમકી, યુદ્ધ માટે તૈયાર રહો, પોસ્ટરો વાયરલ

 | 7:56 pm IST
  • Share

ચીની સૈન્યએ તાઇવાન વિરુદ્ધ પ્રોપેગેંડા યુધ્ધ ચલાવતા અનેક ધમકીભર્યા પોસ્ટરો અને વીડિયો બહાર પાડ્યા છે. આમાં તાઇવાનને ચિની ભાષામાં ‘યુદ્ધ માટે તૈયાર’ રહેવાની ધમકી આપવામાં આવી છે. આટલું જ નહીં, ચીની સૈનિકોને શસ્ત્રો અને યુદ્ધ સાધનો સાથે બતાવવામાં આવ્યા છે. ઘણાં પોસ્ટરોમાં મિસાઇલો, ટેંક જેવા હથિયારોનું લાઈવ ફાયરિંગ પણ બતાવવામાં આવ્યું છે. આ તસવીરો અને વીડિયો પીએલએ 80 મી ગ્રુપ આર્મીની પ્રોપેગેંડા વિંગે બહાર પાડ્યો છે.

આ પોસ્ટર અને વીડિયોને ચીનની સોશિયલ મીડિયા વીબો અને વીચેટ પર મોટી સંખ્યામાં શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં તાઇવાનને યુદ્ધ માટે કડક ચેતવણી આપવામાં આવી છે. તાઇવાન નજીકના ચીનના શેન્ડોંગ પ્રાંતમાં સ્થિત 80મી ગ્રુપ આર્મીના જવાનોને પણ બ્રિગેડ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેતા બતાવવામાં આવ્યા છે. આ તસવીરોમાં ગણવેશમાં બેઠેલા ચીની સૈનિકો મિસાઇલો, રોકેટ અને ટેંક સાથે નજરે પડે છે.

આ પ્રોપેગેંડા તસવીરો મુજબ, ચીની સૈન્યના જવાનોએ શપથ ગ્રહણ સમારોહમાં “તમામ આદેશોનું પાલન કરવા” અને “કોઈ પણ પડકારથી નહીં ડરવા”ની શપથ લીધા હતા. સૈનિકોને કહેવામાં આવ્યું કે તેઓ મૃત્યુના ડર વિના સન્માન સાથે લડવા માટે કટિબદ્ધ છે. આ પોસ્ટર 80મી ગ્રુપ આર્મી પોલિટિકલ વર્ક્સ વિભાગ દ્વારા તૈયાર કરાયા હતા. આ વિભાગ તાઇવાનથી ગુપ્ત માહિતી મેળવવા અને ત્યાંના લોકોના મનમાં ચીન પ્રત્યે આદર પ્રદાન કરવાનું કામ કરે છે.

આ વિભાગ દ્વારા ચીની સેના તેના હરીફ દેશોની સરહદ પર રેડિયો સ્ટેશન ચલાવે છે. આના દ્વારા તે દુશ્મન દેશોની સંસ્કૃતિમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને ત્યાંના લોકોમાં નકારાત્મકતાનો અંત કરવાની કોશીશ કરે છે. ચીની સેના રેડિયો દ્વારા પણ સામ્યવાદી વિચારધારાનો પ્રચાર કરે છે. ચીને ફુજિયાન પ્રાંતમાં આવા પાંચ રેડિયો સ્ટેશનોની સ્થાપના કરી છે, જે લોકોને તાઇવાનમાં ચીન પ્રત્યે પ્રામાણિક બનાવવા માટે કામ કરે છે.

ચીની સૈન્ય દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં પાયદળ, ટેંક અને રોકેટના વિસ્ફોટોના ફૂટેજ પણ શામેલ છે. આ વિડિયો મંડારિન અને દક્ષિણ મીન બોલીમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ બંને તાઇવાનમાં વ્યાપકપણે બોલાય છે. તાઇવાન પર ક્યારેય ચીની ધ્વજ હેઠળ શાસિ રહ્યુ નથી. આમ હોવા છતાં ચીન હંમેશાં આ દેશને તેનો ભાગ બતાવતું આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન