The cold snap in the state will ease from tomorrow
  • Home
  • Gujarat
  • હવામાન વિભાગની આગાહીઃ આવતીકાલથી રાજ્યમાં ઘટશે માવઠાની અસર

હવામાન વિભાગની આગાહીઃ આવતીકાલથી રાજ્યમાં ઘટશે માવઠાની અસર

 | 4:51 pm IST
  • Share

  • વરસાદી સિસ્ટમ હટતા માવઠાની અસર ઘટી

  • આવતીકાલથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટશે

  • સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે

 
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જવાદ વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી. હવામાન વિભાગે 4 ડિસેમ્બરે વાવાઝોડા જવાદને લઈને ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેના પગલે છેલ્લા લગભગ 3 દિવસથી રાજ્યમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો હતો. આ સાથે જ રાજ્યમાં ઠંડીનો પારો અતિશય ગગડી ગયો હતો. હવામાન વિભાગની આગાહીને લઈને જગતનો તાત ચિંતાતુર હતો પરંતુ હવે આજથી તેને થોડી રાહત મળી શકે છે.

 

 

ખેડૂતોને મળશે મોટી રાહત

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જોવા મળી રહી છે. મહત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું વધી શકે છે. આ સમાચારથી ખેડૂતોને મોટી રાહત મળી છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલથી વાતાવરણમાં 5 ડિગ્રી જેટલો વધારો થશે. ગઈકાલથી તાપમાન 3થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. આ સાથે આજના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

 

1 ડિસેમ્બરે હવામાન વિભાગે કરી હતી આગાહી

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર જવાદ નામના વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આંધ્રપ્રદેશ, ઓરિસ્સામાં આ ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે જવાદ વાવાઝોડાને માટે 4 ડિસેમ્બરની તારીખે આગાહી કરી છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.હવામાન વિભાગે કહ્યું છે કે થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે હવાનું દબાણ બનશે. આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી આ વાવાઝોડું પહોંચી શકે છે. આ સાથે જ તે 2 ડિસેમ્બરે દક્ષિણ- પૂર્વ અને મધ્ય ખાડીમાં પહોંચશે. આ પછી તે 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા સાથે અથડાય કેવી પણ શક્યતા છે. અહીં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

 

આ કારણે વધી હતી ખેડૂતોની ચિંતા

હવામાન ખાતાએ પ્રસિદ્વ કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 22.2 ડિગ્રી નોંધાયુ હતુ. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના પગલે કેરી, વિવિધ કઠોળ તેમજ શાકભાજીના પાકમાં નુકસાનીની ભીતિ છે. કારણ કે, ભર શિયાળે બનેલા આ વરસાગી માહોલના કારણે ફળ, પાકમાં ઈયળ પડવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ આંબા પર મોર ફૂટવાની હાલમા સિઝન ચાલી રહી છે. જેથી આંબાવાડીઓમાં ફૂટી રહેલ મોરવાઓમાં ઇયળ પડી જવાની શક્યતાથી ખેડૂતો ચિંતિત થઇ ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો