The condition of the Group Captain, the lone survivor of the Chopper accident is critical
  • Home
  • India
  • હેલિકોપ્ટર દૂર્ઘટનામાં એક માત્ર જીવીત ગ્રુપ કેપ્ટનની હાલત ગંભીર

હેલિકોપ્ટર દૂર્ઘટનામાં એક માત્ર જીવીત ગ્રુપ કેપ્ટનની હાલત ગંભીર

 | 8:04 pm IST
  • Share

  • વરુણ સિંહના સ્વાસ્થ્ય અંગે વાયુસેનાએ આપી માહિતી

  • શનિવારે રાજનાથ સિંહે વરુણ સિંહના પિતા સાથે વાત કરી હતી

  • વરુણ સિંહને તાજેતરમાં જ રાષ્ટ્રપતિના હાથે શૌર્ય ચક્ર મળ્યું હતુ

ભારતીય વાયુસેનાએ મંગળવારે તામિલનાડુમાં 8 ડિસેમ્બરના રોજ થયેલા ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય સંબંધિત તાજા માહિતી શેર કરી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે સિંહની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. વરુણ સિંહની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.

દેશના ઈતિહાસના સૌથી ભયંકર અકસ્માતોમાંના એક આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈન્ય અધિકારીઓના નિધાન થયા હતા. માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી ગયા હતા પરંતુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દેશભરમાં તેમના જીવન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, તેમના સારા સ્વાસ્થ્ય માટે દુવા કરવામાં આવી રહી છે.

શૌર્યચક્રથી સન્માનિત છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ

આ પહેલા શનિવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહ સાથે વાત કરી હતી. તેમને વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાંથી બેંગલુરુની એરફોર્સ કમાન્ડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને તાજેતરમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અસાધારણ હિંમતના પ્રદર્શન માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

મારો દીકરો વરુણ ફાઇટર છે: કર્નલ કેપી સિંહ

આ દરમિયાન એરફોર્સ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર એક ફાઇટર છે, તે જિંદગીની જંગ અવશ્ય જીતશે. વરુણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ (નિવૃત્ત)એ જણાવ્યું કે મારા પુત્રની હાલતમાં એટલો બધો ઉતાર-ચઢાવ આવી રહ્યો છે કે તેમની તબિયત વિશે કઈ પણ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. કર્નલ કેપી સિંહ ભોપાલમાં રહે છે. તેમણે કહ્યું કે તેમના પુત્રના સ્વાસ્થ્ય પર દર કલાકે નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો