The country's debt has increased in the Modi government
  • Home
  • Business
  • મોદી સરકારમાં આટલું વધ્યું દેશનું દેવું, જાણો બીજા દેશોને ભારતે કેટલી લોન આપી?

મોદી સરકારમાં આટલું વધ્યું દેશનું દેવું, જાણો બીજા દેશોને ભારતે કેટલી લોન આપી?

 | 8:05 am IST

કોઈપણ દેશ માટે સોફ્ટ લોન પાડોશીઓમાં રાજનૈતિક દબદબો કાયમ રાખવા માટે એક મહત્વપુર્ણ રસ્તો છે. ચીન આ હથિયારનો ઉપયોગ પોતાના પાડોશી દેશો પર કરે છે. અને એ જ કારણ છે કે, આજે નેપાળ, પાકિસ્તાન અને માલદીવ જેવા દેશ ચીનના મોટા દેવાદાર બની ગયા છે. કોરોનાને કારણે માલદીવની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. જેને કારણે ભારતે માલદીવને 25 કરોડ ડોલરની લોન આપી છે. જ્યારે માલદીવ પર ચીનનું 3.1 અરબ ડોલરનું દેવું છે. ભારતનું આ પગલું ચીનની સામે રણનૈતિક પ્લાનિંગ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિકાસ માટે મદદનો હાથ આપવો ભારત માટે કોઈ નવી વાત નથી. ખાસ કરીને પાડોશીઓની મદદ માટે ભારત હંમેશા તૈયાર રહે છે. ભારત દ્વારા વિભિન્ન દેશોની આપવામાં આવતી લોનમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વધારો થયો છે. ભારતે 2013-14માં વિભિન્ન દેશોને 11 અરબ ડોલરની લોન આપી છે. જે નાણાકીય વર્ષ 2018-19માં 7267 કરોડ રૂપિયા હતી. તો 2019-20માં આ આંકડો વધીને 9096 કરોડ રૂપિયા થઈ ગયો છે. જો કે, ભારત મોટાભાગે લોન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને આપે છે, જે આર્થિક રીતે નબળાં છે.

જો ભારત પર દેવાની વાત કરીએ તો, માર્ચ 2020માં સમાપ્ત થયેલ ત્રિમાસિકમાં ભારતનું વિદેશી દેવું 2.8 ટકા વધીને 558.5 અરબ ડોલર રહ્યું હતું. માર્ચ 2019માં કુલ દેવું 543 અરબ ડોલર હતું. કોરોના સંકટ વચ્ચે ભારતે વર્લ્ડ બેંક અને એશિયાઈ વિકાસ બેંક પાસેથી લોન લીધી છે. વર્લ્ડ બેંકે MSMEની મદદ માટે 75 કરોડ અમેરિકી ડોલરની લોનનું એલાન કર્યું છે. તો ભારતમાં શિક્ષામાં સુધાર સાથે જોડાયેલાં કાર્યો માટે લગભગ 3700 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપી છે. જ્યારે કોરોના સામે લડવા માટે ભારતે એશિયાઈ વિકાસ બેંક પાસેથી 11 હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે.

આ વીડિયો પણ જુઓઃ કૃષિ બિલો પર વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન