The criminalization of politics in the country has doubled the stigmatized MP
  • Home
  • Featured
  • દેશમાં રાજકારણનું અપરાધીકરણ, દેશમાં કલંકિત સાંસદોની સંખ્યા બમણી થઇ

દેશમાં રાજકારણનું અપરાધીકરણ, દેશમાં કલંકિત સાંસદોની સંખ્યા બમણી થઇ

 | 7:23 am IST

દેશમાં રાજકારણનું અપરાધીકરણ થઈ રહ્યું છે ત્યારે એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (છડ્ઢઇ)નો રિપોર્ટ ચોંકાવનારા તારણો રજૂ કરે છે જેમાં જણાવાયું છે કે છેલ્લા 15 વર્ષમાં દેશમાં કલંકિત સાંસદોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.

જો કે કેટલાક ઉમેદવારો સામે કરવામાં આવેલી ફરિયાદ રાજકારણ પણ હોઈ શકે છે. ઉદયકુમાર એસ પી નામનાં એક નેતાએ આપની ટિકિટ પર ક્ન્યાકુમારીથી ચૂંટણી લડી હતી તેની સામે 382 ગુનાઈત કેસ કરાયા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી લડી રહેલા તેમનાં ઉમેદવારો સામે કેટલા કેસ કરાયા છે તેની માહિતી જાહેર કરવા ફરમાન કર્યું છે. પાર્ટીઓએ 48 કલાકમાં આ અંગે માહિતી આપવી પડશે.

કયા પક્ષનાં સૌથી વધુ કેટલા કલંકિત સાંસદો?

સૌથી વધુ કલંકિત સાંસદો ધરાવતી પાર્ટીમાં જેડીયુનો પહેલો નંબર આવે છે તેનાં 16માંથી 13 સાંસદો દાગી છે. આ પછી બીજા નંબરે શિવસેનાનાં 18માંથી 11 અને ત્રીજા નંબરે કોંગ્રેસનાં 52માંથી 30 સાંસદો કલંકિત છે. બસપાનાં 10માંથી 5, લેફ્ટનાં 6માંથી 3, ડીએમકેનાં 24માંથી 11, વાઈએસઆરસીપીનાં 22માંથી 10, ટીએમસીનાં 22માંથી 9, એસપીનાં ૫માંથી 2, ભાજપનાં 302માંથી 117, ટીઆરએસનાં 9માંથી ૩ સાંસદો કલંકિત છે. પાંચ પક્ષોનાં અડધાથી વધુ ઉમેદવારો કલંકિત છે.

આ વીડિયો પણ જુઓ : રાજ્યભરના તમામ Top 20 સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન