The fires-in-chiripals-company-get-a-large-sum-of-insurance-scam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ચિરિપાલની કંપનીઓમાં વારંવાર શનિવારે જ કેમ લાગે છે આગ, મોટા કૌભાંડની આશંકા

ચિરિપાલની કંપનીઓમાં વારંવાર શનિવારે જ કેમ લાગે છે આગ, મોટા કૌભાંડની આશંકા

 | 8:20 pm IST
  • Share

નારોલ-પીપળજ રોડ પર આવેલ ચિરિપાલ ગૃપની કંપનીમાં દોરા બનાવવાના મશીનમાં શોર્ટ સર્કીટ થતાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. જેમાં 17 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચાર કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને બુઝાવવા જતા એક ફાયર જવાનને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાવામાં આવ્યો હતો. નારોલ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.

પરંતુ અહિં અચરજની વાત એ છે કે, રાજ્યમાં સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ ઔદ્યોગિક એકમના ગૃપનું નામ છે ચિરિપાલ ગ્રુપ. તેઓ પોતાના એકમોમાં મજૂરોના મોત હોય કે પોતાના જ એકમોમાં આગ લાગવાની ઘટનાઓ હોય. પરંતુ આ બધી જ ઘટનાઓ ફક્ત શનિવારના રોજ જ કેમ આગ લાગે છે એ સમજણ બહારની વસ્તુ છે. નંદન ડેનિમ હોય કે વિશાલ ફેબ્રીકસ તમામ ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જ જીવ ગુમાવ્યા છે. ટેક્સ ચોરી, સરકારી જમીન પચાવી પાડવી કે સ્કૂલના કૌભાંડ ચિરિપાલ ગ્રુપ સંડોવાયેલો જ હોય છે. ભૂતકાળમાં એક જ વર્ષમાં પાંચ વાર એક જ યુનિટમાં આગ લાગી ચુકી હતી. વર્ષ 2020માં પણ એક જ યુનિટમાં બીજી વાર આગ લાગી છે. તેમ છતાં કેમ ગરીબોને પરેશાન કરનાર અધિકારીઓ ચિરિપાલ સામે એક શબ્દ બોલી શકતા નથી. તે એક રહસ્યથી ભર્યો સવાલ છે.

નારોલ પોલીસે દર વખતની જેમ આ વખતે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાગળ ઉપર તપાસ ચાલુ કરી છે. જોકે, ચિરીપાલના હાથ એટલા પહોંચેલા છે કે, અત્યાર સુધી સૌથી વધુ આગની ઘટના તેની ફેક્ટરીઓમાં બની હોવા છતાં સરકારી બાબુઓ તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી.

આ વીડિયો પણ જુઓ: આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન