The first case of herpes simplex virus infection was reported in Ghaziabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાથી સાજા થયેલા લોકો માટે મોટો ખતરો, દેશમાં મળી આવ્યો વધુ એક ખતરનાક વાઈરસ

કોરોનાથી સાજા થયેલા લોકો માટે મોટો ખતરો, દેશમાં મળી આવ્યો વધુ એક ખતરનાક વાઈરસ

 | 5:32 pm IST
  • Share

કોરોનાવાયરસની બીજી લહરે દેશને ઘણા આંચકા આપ્યા છે. આ લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ સામે આવ્યો. જેણે આખા દેશમાં તબાહી મચાવી હતી.

ગાઝિયાબાદમાં દુર્લભ કેસ નોંધાયો

હવે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થયેલા દર્દીમાં હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ (Herpes Simplex Virus)ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દીની સારવાર કરતા ડોકટરો દાવો કરી રહ્યા છે કે આ વાયરસથી ચેપ લાગવાનો આ પહેલો કેસ છે. ડોકટરો કહે છે કે આ વાયરસ સૌથી જીવલેણ છે અને જો તેને જલ્દીથી નિયંત્રિત ન કરવામાં આવે તો તે ફરીથી તબાહીનું કારણ બની શકે છે.

નાકમાં ખતરનાક વાયરસ મળ્યો

ગાઝિયાબાદના ડો. બી.પી. ત્યાગીએ જણાવ્યું કે, કોરોનાથી સાજા થયેલા દર્દીને તેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે જ દર્દીના નાકમાં આ વાયરસ (Herpes Simplex Virus) મળી આવ્યો છે. તેમણે કહ્યું કે આ વાયરસ ખૂબ જોખમી છે. જો તેની સારવાર અને નિયંત્રણમાં વિલંબ થાય, તો આ વાયરસ કોરોનાવાયરસથી વધુ જીવલેણ હોઈ શકે છે. ડો ત્યાગીએ જણાવ્યું હતું કે દાખલ દર્દીની સાવધાની સાથે સારવાર આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ વાયરસ (હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ)ના ચેપની સારવાર ખૂબ ખર્ચાળ છે. તેથી દરેક જણ તે પરવડી શકે તેમ નથી.

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને જોખમ

ડોક્ટર ત્યાગીએ કહ્યું કે, જેઓ કોરોનાથી સાજા થયા છે, તેઓએ સજાગ રહેવું જોઈએ. ચેપને લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ થોડી નબળી પડી ગઈ છે. તેથી, અત્યારે, તેઓએ ખોરાક, આરામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ભારે કસરત અથવા ભાગદોડ ન કરવી જોઈએ. આવુ કરીને તેઓ અજાણતાં બીજા રોગને આમંત્રણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન