The first case of Omicron in Japan: Omicron struck in 16 countries
  • Home
  • Top News
  • જાપાનમાં ઓમિક્રોનનો પહેલો કેસ : ઓમિક્રોનનો 16 દેશમાં તરખાટ

જાપાનમાં ઓમિક્રોનનો પહેલો કેસ : ઓમિક્રોનનો 16 દેશમાં તરખાટ

 | 8:10 am IST
  • Share

  • સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ નવા કેસ નોંધાયા
  • કુલ કેસની સંખ્યા 9 થઈ
  • સાઉથ આફ્રિકન વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો 

 

સાઉથ આફ્રિકન વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. 16 દેશોમાં તેણે પહોંચી જઈને તરખાટ મચાવ્યો છે. મંગળવારે જાપાનમાં ઓમિક્રોનનો પહેલો કેસ મળી આવતા સરકારની ચિંતા વધી છે. નામિબિયાથી ટોક્યો આવેલા 30 વર્ષનાં એક શખ્સમાં સંક્રમણ જણાયું છે.

સાઉથ આફ્રિકા, બોટ્સવાના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, ઈટાલી, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, ઈઝરાયેલ, ડેનમાર્ક, હોંગકોગ પછી તેણે જાપાનમાં દસ્તક દીધી છે. જાપાન સરકાર દ્વારા તરત જ તકેદારીનાં પગલાં લઈને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિશ્વનાં તમામ દેશો ઓમિક્રોનનાં વધતા જતા સંક્રમણ પર નજર રાખીને જરૂરી પગલાં લઈ રહ્યા છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનનાં ત્રણ નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 9 થઈ છે.

ઈયુના ડ્રગ નિયમનકારે જણાવ્યું હતું કે જરૂર પડશે તો આગામી 3થી 4 મહિનામાં નવા વેરિએન્ટ માટેની વેક્સિનને મંજૂરી અપાશે.  

 આફ્રિકામાં કોરોનાના કેસની સંખ્યા 86.38 લાખનો આંક વટાવી ગયા છે. 2,22,827 લોકોનાં મોત થયાં છેે.  

 પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં નવા 475 કેસ નોંધાયા છે અને 10નાં મોત થયાં છે. કુલ 12.84 લાખ લોકો સંક્રમિત થયા છે.  

 રશિયામાં 24 કલાકમાં કોરોનાના નવા 32,648 કેસ નોધાયા.  

 યુકેના આરોગ્યપ્રધાને કહ્યું છે કે દેશમાં ઓમિક્રોનની લહેર શરૂ થવાના કોઈ અણસાર નથી.  

 અમેરિકામાં 16 -17 વર્ષના યુવાનોને ફાઈઝર તેમજ બાયોએન્ટકની વેક્સિનનાં બૂસ્ટર ડોઝ આપવાનું સરકારે નક્કી કર્યું છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો