The first orbital solar eclipse of the year 2021 was created in the month of Vaishakhvad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • વૈશાખવદ અમાસે વર્ષ 2021નું પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ સર્જાયું, જાણો હવે 12 રાશિ પર વર્તાનારી અસર

વૈશાખવદ અમાસે વર્ષ 2021નું પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ સર્જાયું, જાણો હવે 12 રાશિ પર વર્તાનારી અસર

 | 7:35 am IST
  • Share

વૈશાખવદ અમાસે વર્ષ ૨૦૨૧નું પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ સર્જાયું હતું. જે ખગોળીય ઘટના માત્ર ભારતના અરૂણાચલ પ્રદેશમાં દેખાશે. જ્યોતિષાચાર્ય એ.કે.મિશ્રાાના જણાવ્યા મુજબ સૂર્યગ્રહણની અસર ૧૨ રાશીમાં આ પ્રમાણે રહેશે.

મેષ: મેષ રાશીનો સ્વામી મંગળ હોઇ આ રાશીના જાતકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, તદુપરાંત તણાવથી બચી ખાણ-પાનમાં ધ્યાન રાખી ધૈર્ય પૂર્વક કામ કરે. થોડા સમય સુધી કોઇ મોટો નિર્ણય ન લે તે હિતાવહ છે.

વૃષભ: આ રાશીના જાતકો સ્વાસ્થ્યનો બેહદ ખ્યાલ રાખે એ જરૂરી છે. એક મહિના સુધી કોઇ મોટો નિર્ણય ન લે તેમજ લાંબી યાત્રા કરવાથી બચે, ભાગ્યનો સાથ મળતા પરેશાન થવાની આવશ્યકતા નથી.

મિથુન: આ રાશીના જાતકો માટે સૂર્યગ્રહણ સારા પરિણામો લાવશે. ખાસ કરીને કલા, મીડિયા સહિત અન્યક્ષેત્ર સાથે સંકળાયેલાઓને ફળદાયી નિવડશે. અલબત્ત, વાણી પર નિયંત્રણ રાખી વાદ-વિવાદથી બચવું જરૂરી છે.

કર્ક: આ રાશીના જાતકોને સૂર્યગ્રહણની કોઇ નેગેટિવ અસર વર્તાશે નહિં, પરંતુ પોતાના કામમાં ધ્યાન આપી તણાવથી બચવું જરૂરી છે.

સિંહ: આ રાશીના જાતકોએ મજબુતી પૂર્વક પોતાની યોજનાઓ પર કામ કરવાથી સફળતા મળશે. જેમાં, ઘર-પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

કન્યા: આ રાશીના જાતકોએ સ્વાસ્થ્યનો બેહદ ખ્યાલ રાખવો પડશે. સ્વાસ્થ્યને નુકસાન કરે એવા બહારના વ્યંજનો ખાવાથી બચવું જરૂરી છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

તુલા: આ રાશીના જાતકો સૂર્યગ્રહણ દરમિયાન સમજી-વિચારીને કાર્ય કરશે તો સફળતા પ્રાપ્ત થશે.

વૃિૃક: આ રાશીના જાતકો ખોટા ખર્ચાથી બચે એટલુંજનહિં, ક્રોધથી પણ બચે.

ધન: આ રાશીના જાતકોને સૂર્યગ્રહણ શુભ ફળ આપશે. કાર્યોમાં સફળતા મળશે. આળસ ત્યજીને કામ પર ધ્યાન આપવું હિતાવહ છે.

મકર: આ રાશીના જાતકો પોતાના કામની ગતિ વધારે, સારા પરિણામ માટે વધુ મહેનત કરે, ઘર-પરિવારની મદદથી કામ પૂર્ણ થશે.

કુંભ: આ રાશીના જાતકો પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખે, કોઇને કાંઇ કહેવું હોય તો થોડો સમય રાહ જોવી જરૂરી છે. જોબ બદલવાનો વિચાર થોડો સમય ટાળી દે.

મીન: આ રાશીના જાતકોને સૂર્યગ્રહણ અનુકુળ ફળ આપશે, વાણી પર નિયંત્રણ રાખી આળસને ત્યજી કાર્યો વધુ ઝડપથી કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન