The French astrologer Nostradamusan's prediction for the year 2022
  • Home
  • Featured
  • 2022માં થશે ત્રીજું વિશ્વયુદ્ધ, રોબોટ કરશે માનવ જાતિનો વિનાશ

2022માં થશે ત્રીજું વિશ્વયુદ્ધ, રોબોટ કરશે માનવ જાતિનો વિનાશ

 | 7:55 pm IST
  • Share

  • પરમાણુ હુમલાથી ઘણા દેશો ખતમ થઈ જશે
  • ફ્રાંસમાં મોટું તોફાન આવશે જેની અસર સમગ્ર વિશ્વ પર થશે
  • 2022માં વિશ્વમાં મોંઘવારી આસમાને પહોચશે

ફ્રાન્સના પ્રખ્યાત જ્યોતિષી નાસ્ત્રેદમસ વિશે દરેક વ્યક્તિ જાણતા જ હશે. તેમણે સો વર્ષ પહેલાં એક પુસ્તક લખીને વિશ્વ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી ઘણી સાચી સાબિત થઈ છે. તેણે વર્ષ 2022 વિશે પણ ભવિષ્યવાણી કરી છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

દુનિયામાં અણુબોમ્બનો વિસ્ફોટ થશે

નાસ્ત્રેદમસના મતે આવતા વર્ષે વિશ્વમાં ખૂબ જ ખતરનાક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે. તેમાંથી નીકળતા કિરણોત્સર્ગને કારણે વિશ્વની આબોહવા બદલાશે અને મોટા ગ્લેશિયર્સ સંપૂર્ણપણે પીગળી જશે. આનાથી સમુદ્રનું સ્તર વધશે. જેના કારણે ઘણા ટાપુઓ અને નાના દેશો ડૂબી જશે. આ ઉપરાંત, રેડિયેશનને કારણે કરોડો લોકો અકાળે મૃત્યુ પામશે અને બચી ગયેલા લોકો તમામ રોગોનો શિકાર બનશે.

વિશ્વમાં 3 દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે

આ આગાહી મુજબ, વર્ષ 2022 ખૂબ જ વિનાશકારી રહેશે. ઘણા દેશો વચ્ચે યુદ્ધ થશે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થશે. તે દરમિયાન એક મોટી કુદરતી ઘટના બનશે, જેના કારણે 3 દિવસ સુધી દુનિયામાં અંધકાર છવાયેલો રહેશે. આ સાથે વિશ્વના દેશોમાં શરૂ થયેલ યુદ્ધ અચાનક બંધ થઈ જશે. ત્રણ દિવસ પછી, જ્યારે વિશ્વ પ્રકાશમાં આવશે, ત્યાં સુધીમાં આધુનિકતાનો અંત આવશે અને માનવજાત ફરીથી પાષાણ યુગમાં પહોંચી જશે.

એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે

નાસ્ત્રેદમસની આગાહી અનુસાર, વર્ષ 2022માં પૃથ્વીને એક મોટી ખગોળીય ઘટનાનો પણ સામનો કરવો પડશે. આવતા વર્ષે, બાહ્ય ગ્રહથી તૂટીને એક એસ્ટરોઇડ ખૂબ જ વધુ ઝડપે પૃથ્વી સાથે અથડાશે. તે લઘુગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સમુદ્રમાં પડશે. તે એસ્ટરોઇડનું કદ એટલું મોટું હશે, જેના કારણે સમુદ્રમાં સુનામીના જોરદાર મોજા ઉછળશે. આના કારણે આસપાસના દેશોના દરિયાકાંઠાનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામશે અને હજારો લોકો માર્યા જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો