The GST collection in November broke the October record
  • Home
  • Business
  • નવેમ્બર મહિનામાં સરકારને GSTની આવકમાં થયો મોટો વધારો

નવેમ્બર મહિનામાં સરકારને GSTની આવકમાં થયો મોટો વધારો

 | 4:45 am IST
  • Share

  • અર્થતંત્ર ઝડપથી પાટા પર આવી રહ્યું હોવાનો વધુ એક મજબૂત સંકેત મળ્યો

  • 2017માં જીએસટીના અમલ પછી બીજા ક્રમનું સૌથી મોટું જીએસટી કલેક્શન

  •  એપ્રિલ 2021માં જીએસટી મારફત રૂ. 1.41 લાખ કરોડની વિક્રમ આવક થઈ હતી

 

2017માં જીએસટીના અમલ પછી બીજા ક્રમનું સૌથી મોટું જીએસટી કલેક્શન નોંધાયું. એપ્રિલ 2021માં જીએસટી મારફત રૂ. 1.41 લાખ કરોડની વિક્રમ આવક થઈ હતી

નવેમ્બર મહિનામાં સરકારને ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ માંથી જોરદાર આવક મળી છે. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1.31 લાખ કરોડ નોંધાયું હતું. જુલાઇ 2017માં જીએસટીનો અમલ થયા બાદ તે બીજા ક્રમનું સૌથી મોટું જીએસટી કલેક્શન છે. સરકારી ખજાનાને મળેલી આ આવક અર્થતંત્રમાં ઝડપી સુધારાનો સંકેત આપે છે. આ અગાઉ એપ્રિલ 2021માં જીએસટી મારફત રૂ. 1.41 લાખ કરોડની વિક્રમ આવક નોંધાઇ હતી. ઓક્ટોબર 2021માં રૂ. 1.30 લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું છે. આમ ઓક્ટોબરના આંકને નવેમ્બરના આંકે પાછળ રાખ્યો છે.

નાણામંત્રાલય દ્વારા જાહેર નિવેદન અનુસાર નવેમ્બર 2021માં જીએસટી કલેક્શન કુલ રૂ. 1,31,526 કરોડ નોંધાયું હતું. તેમાં CGST મારફત રૂ. 23,978 કરોડ, SGST મારફત રૂ. 31,127 કરોડ,  IGST મારફત રૂ. 66,815 કરોડ અને સેસ મારફત 9606 કરોડનું કલેક્શન નોંધાયું હતું.  IGST ગૂડ્ઝની આયાત અને સેસમાંથી મળેલી રૂ. 32,165 કરોડની આવકનો સમાવેશ થાય છે કે જેમાં ઇનબાઉન્ડ શિપમેન્ટ્સમાંથી રૂ. 653 કરોડની આવકનો સમાવેશ થાય છે. નવેમ્બર 2021ની જીએસટીની આવક નવેમ્બર 2020ની તુલનાએ 25 ટકા વધી હતી અને નવેમ્બર 2019ની તુલનાએ 27 ટકા વધી હતી. સરકારનો મત છે કે જીએસટી કલેક્શન નવી ઊંચાઈઓને સર કરી રહ્યું છે તેની પાછળ વિભિન્ન નીતિઓ અને પ્રશાસનિક ઉપાયો જવાબદાર છે.  

  ઓક્ટોબરમાં બનાવ્યો હતો રેકોર્ડ         

નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શને ઓક્ટોબરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્રે નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં કુલ જીએસટી કલેકશન રૂ. 1,30,127 કરોડ નોંધાયું હતું. પાછલા મહિનાઓ દરમિયાન તહેવારની સિઝનના કારણે માંગમાં આવેલી તેજીની અસર સ્પષ્ટ રીતે જીએસટી કલેક્શન પર જોવા મળી હતી, કે જે હજુ સુધી ચાલુ છે.

જીએસટી કલેક્શન વધારવા માટે પાછલા એક વર્ષ દરમિયાન સરકાર દ્વારા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ બાદ રિટર્ન ફાઇલ ના કરનારા પર દબાણ લાવવું, રિટર્નનું ઓટો પોપ્યુલેશન, રિટર્ન નહીં ભરનારાઓના ઇવે બિલ્સ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનું બ્લોકિંગ કરવાના કારણે સુધારો નોંધાયો છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો