The GST Council will consider bringing petrol-diesel under GST
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • GST કાઉન્સિલ દ્વારા પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા વિચારણા થશે

GST કાઉન્સિલ દ્વારા પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા વિચારણા થશે

 | 7:30 am IST
  • Share

આગામી સપ્તાહમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ,ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટ્રબાઇન ફ્યૂઅલ જેવા ઈંધણોને જીએસટીના દાયરામાં લાવવા ચર્ચા વિચારણા શરૃ કરે તેવી સંભાવના છે. તે ઉપરાંત કોરોનાની સારવારમાં ઉપયોગી દવાઓને કરમાફી લંબાવવા અને દેશમાં નોંધાયેલી 80 લાખ કંપનીઓ માટે આધારકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત બનાવવા જેવા મુદ્દાઓ પણ જીએસટી કાઉન્સિલના એજન્ડામાં રહેશે.

જીએસટી કાઉન્સિલ સાથે સંકળાયેલા બે વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, કેરળ હાઇકોર્ટે આપેલા નિર્દેશ મુજબ 17 સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મામલા પર ચર્ચા થઈ શકે છે. જૂન મહિનામાં કેરળ હાઇકોર્ટે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે નિર્ણય લેવા જીએસટી કાઉન્સિલને નિર્દેશ આપ્યો હતો. બંધારણીય રીતે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં સામેલ કરાયા છે પરંતુ જીએસટી કાઉન્સિલે હજુ પેટ્રોલિયમ ઉત્પાદનો પર જીએસટી ક્યારથી વસૂલાય તે અંગેની તારીખ નક્કી કરી નથી.

વર્ષ 2020માં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલિયમ ઉત્પાદનો પર 5,74,663કરોડની કર આવક થઈ હતી. કોરોનાની મહામારીના કારણે ક્રૂડના ભાવ તળિયે બેઠાં ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડયૂટીમાં તોતિંગ વધારો કર્યો હતો અને તેની પાછળ રાજ્યોએ પણ વેટના દર વધારી દીધાં હતાં. વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારને પેટ્રોલિયમ પેદાશોની એક્સાઇઝ ડયૂટીમાંથી રૃપિયા  3,71,726કરોડ અને રાજ્યોને વેટમાંથી રૃપિયા   2,02,937 કરોડની આવક થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન