The hero movie made Jackie and Meenakshi an overnight star
  • Home
  • Entertainment
  • Bollywood
  • હીરો ફિલ્મે જેકી અને મીનાક્ષીને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં 

હીરો ફિલ્મે જેકી અને મીનાક્ષીને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં 

 | 5:04 am IST
  • Share

  • આ રીતે મળી હતી હીરો ફિલ્મ જેકી શ્રોફને 

  • ખૂબ જ રસપ્રદ વાત છે આ ફિલ્મમાં જેકી શ્રોફને કાસ્ટ કરવા પાછળની

  • આ ફિલ્મ માટે જેકી શ્રોફ પહેલી પસંદ ન હતા  

હીરો ફિલ્મ માટે સૌપ્રથમ સંજય દત્તની પસંદગી થઇ હતી, પણ ડ્રગ્સની લતના કારણે તે ફિલ્મ ન કરી શક્યો, તે પછી કમલ હસનની પસંદગી થઇ હતી પણ…

વર્ષ 1983માં આવેલી ફિલ્મ હીરોએ જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધાં હતાં. ભલે આ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ નહોતા મળ્યા પણ 1983ની સુપરહિટ ફિલ્મોમાં હીરો ટોપ ટેનમાં જરૂરથી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર 19 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મનું બજેટ માત્ર 3 કરોડ રૂપિયા જ હતું. સુભાષ ઘાઈ ડિરેક્ટેડ ફિલ્મ હીરોની સ્ક્રીપ્ટ પણ તેમની પત્ની અને તેમણે મળીને લખી હતી. ઘાઇ જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેમને ફિલ્મની લીડ સ્ટારકાસ્ટમાં સંજય દત્ત અને રતિ અગ્નિહોત્રીને લેવાની ઇચ્છા હતી.  

સંજય દત્તને ફિલ્મની વાર્તા પણ સંભળાવવામાં આવી હતી, પણ તે સમયે સંજય ડ્રગ્સની લતમાં ફસાઇ ગયો હતો. તેને રિહેબીટ સેન્ટર જવું પડે તેમ હતું. સંજય ફિલ્મ કરી શકે એવી તેની કન્ડિશન જ નહોતી, આથી સંજયને લેવાનો વિચાર ઘાઇએ નાછૂટકે પડતો મૂકવો પડયો હતો. સંજય બાદ લીડ રોલમાં કોને લેવા તેની મથામણ કમલ હસનનું નામ યાદ આવતાં પૂરી થઇ. ઘાઇએ કમલનો સંપર્ક કર્યો અને પોતે એક ફિલ્મમાં તેને લેવા માંગતો હોવાની વાત જણાવી.

જોકે કમલ તે સમયે સાઉથની ફિલ્મોમાં ખૂબ બિઝી હતો. તેણે ઘાઇને કહ્યું કે મુજે બેશક અચ્છા લગા કી આપને મુજે ફિલ્મ ઓફર કી, લેકીન આપ કો શૂટિંગ કે લીયે જો ડેટ્સ ચાહીયે વો મેં નહી દે સકતા, ક્યૂંકી મૈં પહેલે સે હી ઉન દિનોં કે લીયે દુસરે ડિરેક્ટર્સ કો કમિટમેન્ટ દે ચુકા હૂં. કમલ પહેલાંનાં કમિટમેન્ટ્સ પૂરાં કરી લે એટલી રાહ સુભાષ ઘાઇ જોઇ શકે તેમ નહોતા. પરિણામે ઇચ્છા હોવા છતાં કમલ હસન આ ફિલ્મ નહોતો કરી શક્યો.  

કમલ હસન બાદ ફરી કયાં હીરોને લેવો તેની અવઢવ ચાલી હતી. કમલ બાદ તેમણે કુમાર ગૌરવનો સંપર્ક કર્યો હતો, કુમાર ગૌરવને ફિલ્મની વાર્તા ગમી હતી, પણ તેના  પિતા રાજેન્દ્ર કુમારે અઢળક પૈસા માંગી લેતા ઘાઇએ કુમાર ગૌરવને લેવાની  ઇચ્છા પણ પડતી મૂકી. જોકે એ સમયે તેમણે નક્કી કરી લીધું હતું કે હવે કોઇ જાણીતાં હીરો કે હિરોઇન લેવાં જ નથી, તદ્દન નવા અને અથવા તો ઓછા પરિચિત એક્ટર્સને જ કાસ્ટ કરવા. તેમના આ નિર્ણયે જેકીનું નસીબ ખોલી દીધું. જેકી શ્રાોફના ફોટા સુભાષ ઘાઇએ એક મેગેઝિનમાં જોયા હતા. તેમને તેનો દાઢીવાળો લુક ગમી ગયો. તેમણે જેકીને ઑડિશન માટે બોલાવ્યો. જેકી ઑડિશન આપવા માટે ક્લીન શેવ કરીને આવ્યો હતો. તેના મનમાં ઇમ્પ્રેશન હતી કે ફિલ્મનો હીરો ચોકલેટી હોય, તેમણે ક્લીન શેવ કરેલી હોય, દેખાવે તેઓ એકદમ સુઘડ હોય, તેથી તે પણ શર્ટ ઇન કરી, ક્લીન શેવ કરી ઘાઇની ઓફિસે પહોંચ્યો હતો. ઘાઇ પહેલાં તો જેકીને ઓળખી જ નહોતા શક્યા, તેમણે કહ્યું મેં આ જેકીના ફોટા નહોતા જોયા, હું તમને નથી ઓળખતો, જેકીએ કહ્યું એ હું જ હતો, પણ મેં દાઢી કઢાવી નાખી છે એટલે અલગ લાગી રહ્યો છું.  

સુભાષ ઘાઈએ તેને બેસાડયો અને કહ્યું દેખ દોસ્ત મૈં કોઇ સ્વીટ સા દીખને વાલા લડકા અપની ફિલ્મમેં નહી લે સકતા, મુજે ઇસ ફિલ્મમેં હીરો કો ગુંડા દીખાના હૈ, અગર તું વૈસા બન સકતા હૈ, વૈસા રોલ કર સકતાં હૈ તો બોલ, તો હમ આગે બાત કરતે હૈ, લેકીન અગર તુજે સ્વીટ સા રોલ કરના હો તો અચ્છા હોગા હમ બાત ન કરે. જેકીએ હસીને કહ્યું યે તો મુજે લગા કી મેરા રફ લૂક દેખકે આપ મુજે ભગા દેંગે, ઇસી લીયે મૈં શરીફ બન કે આ ગયા. વરના અપુન તો વૈસે ભી ટપોરી ઓર છપરી હી હૈ.  

બસ, એ જ ઇન્ટરેક્શનમાં સુભાષ ઘાઇને પોતાનો જેકી દાદા એટલે કે ફિલ્મનો હીરો મળી ગયો હતો. તેમણે કહ્યું તું આ જ રીતે સારો લાગે છે, અને આપણે ફિલ્મમાં પણ આવો જ રોલ કરવાનો છે. પણ એક સમય એવો આવ્યો હતો કે ઘાઇ જેકીને ફિલ્મમાંથી કાઢવાનું વિચારી રહ્યાં હતાં, એ કેમ એ વિશે આવતાં અંકે વાત કરીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો