The Indian Air Force and DRDO successfully tested the LRB
  • Home
  • India
  • દુશ્મનના દાંત ખાટા કરવા ભારતે બનાવ્યો ખતરનાક બોમ્બ

દુશ્મનના દાંત ખાટા કરવા ભારતે બનાવ્યો ખતરનાક બોમ્બ

 | 9:42 pm IST
  • Share

  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
  • બોમ્બમા પરિક્ષણમાં સારુ પરિણામ જોવા મળ્યું

ભારતીય વાયુસેના(IAF) ની સાથે ભાગીદારીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ઓડિસાથી દૂર એક મંચથી સ્વદેશી રૂપથી બનાવવામાં આવેલ લોંગ રેંજ બોમ્બ(LRB)નું સફળ પરિક્ષણ કર્યું છે. સ્વદેશી રૂપે બનાવવામાં આવેલા નિર્દેશિત બોમ્બે સીમાને કવર કરી અને લક્ષ્યને બારીકાઈથી ટાર્ગેટ કર્યું.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટમાંથી મુક્ત થયા પછી લાંબા અંતરનો બોમ્બએ ટાર્ગેટ પર સચોટ રીતે લેન્ડ કર્યું. બોમ્બને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ(EOTS), ટેલિમેટ્રી અને રડાર સહિત વિવિધ રેન્જ સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેન્જ સેન્સર્સ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)માં લગાવવામાં આવ્યા હતા.

એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, LRBના સફળ પરીક્ષણે સિસ્ટમના આ વર્ગની સ્વદેશી વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

 રક્ષા મંત્રી રાજનાથ અભિનંદન પાઠવ્યા 

લાંબી રેન્જના બોમ્બને હૈદરાબાદમાં DRDO પ્રયોગશાળા, રિસર્ચ સેન્ટર ઈમરત(RCI) દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાઓના સહયોગછી ડિઝાઇન અને બનાવવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ, આઈએએફ અને સફળ ઉડાન પરિક્ષણમાં સામેલ અન્ય ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા અંતરના ગાઈડેડ બોમ્બ ભારતીય સશસ્ત્ર દળો માટે એક શક્તિશાળી બળ સાબિત થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો