The Indian Army carried out a major operation in Jammu and Kashmir
  • Home
  • Featured
  • J-Kમાં સેનાએ 3 આતંકીને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

J-Kમાં સેનાએ 3 આતંકીને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

 | 5:42 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના ઘણા સમયથી આતંકીઓનો સફાયો કરી રહી છે. જેથી સેનાની કાર્યવાહીથી રોષે ભરાયેલા આતંકવાદીઓ હવે યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે. આતંકવાદીઓ હથિયારોના ભંડાર સાથે સતત જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે આતંકવાદીઓનું એક જૂથ એલઓસી પર ઉરી નજીક રામપુર સેક્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાને નિયંત્રણ રેખા (LoC) નજીક આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાની ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આતંકીઓને આ વિસ્તારમાં સૈન્યની હાજરીની જાણ થતાં જ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ આતંકવાદીઓ તાજેતરમાં જ એલઓસીની સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા. સેનાએ અભિયાન શરૂ કરતાની સાથે જ તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય વિસ્તારમાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પાંચ એકે-47, આઠ પિસ્તોલ અને 70 ગ્રેનેડ મળી આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો