The IPO of AGS Transact Technologies will open on 19 January
  • Home
  • Business
  • આવતા સપ્તાહે આવી રહ્યો છે નવો IPO, જાણો સંપૂર્ણ વિગત

આવતા સપ્તાહે આવી રહ્યો છે નવો IPO, જાણો સંપૂર્ણ વિગત

 | 7:10 pm IST
  • Share

  • એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસનો IPO 19 જાન્યુઆરીએ ખુલશે

  • કંપનીએ ઈશ્યૂની સાઈઝ ઘટાડીને 680 કરોડ રૂપિયા કરી દીધી

  • આ IPO માત્ર ઓફર ફોર સેલ (OFS) પર હશે

ગયા વર્ષે ઘણી કંપનીઓના IPO આવ્યા જેમા રોકાણકારો ઘણા પૈસા પણ કમાયા, જો કેટલીક કંપનીએ થોડા નિરાશ પણ કર્યા. હવે આ નવા વર્ષે પણ રોકાણકારો માટે સારી તક આવી રહી છે. ઘણી કંપનીઓ પોતાનો IPO લઈને આવી રહી છે.

પેમેન્ટ સાથે સંબંધિત સેવાઓ આપતી કંપની એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસ(AGS Transact Tech) આવતા અઠવાડિયે IPO લઈને આવી રહી છે. આ IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પહેલા આ IPOની ઈશ્યુ સાઈઝ 800 કરોડ રૂપિયા હતી, પરંતુ કંપનીએ હવે તેને ઘટાડીને 680 કરોડ રૂપિયા કરી દીધી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર, રોકાણકારો 21 જાન્યુઆરી સુધી આ IPOમાં રોકાણ કરી શકશે. આ IPO કેવળ ઓફર ફોર સેલ (OFS) પર હશે. ઇક્વિટી શેરનું વેચાણ કંપનીના પ્રમોટરો અને અન્ય વેચનાર શેરધારકો દ્વારા કરવામાં આવશે. OFS હેઠળ પ્રમોટર રવિ બી ગોયલ હવે રૂ. 677.58 કરોડ સુધીના શેર વેચશે. અગાઉ તે 792 કરોડ રૂપિયાના શેર વેચવા માંગતા હતા.

કંપની સંબંધિત વિગતો

એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસએ દેશમાં ઈન્ટીગ્રેટેડ ઓમની-ચેનલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોઈવાઈડર છે જે બેંકો અને કોર્પોરેટ્સને ડિજિટલ અને રોકડ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

તે એટીએમ અને કેશ રિસાયકલર મશીન (સીઆરએમ) આઉટસોર્સિંગ અને કેશ મેનેજમેન્ટ જેવી કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે.

આ ઉપરાંત, તે વેપારી સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પણ ઉપલબ્ધ કરાવે છે.

માર્ચ 2021 સુધીમાં કંપનીએ દેશમાં 2,07,335 પેમેન્ટ ટર્મિનલ ઇન્સ્ટોલ કર્યા છે.
ICICI સિક્યોરિટીઝ, HDFC બેંક અને JM ફાઇનાન્શિયલ ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ થશે.

આ પહેલીવાર નથી જ્યારે એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીએ IPO લાવવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ વર્ષ 2018 માં, કંપનીએ આઈપીઓ દ્વારા રૂ. 1 હજાર કરોડ એકત્ર કરવા માટે સેબીમાં પેપર ફાઈલ કર્યા હતા અને આ દરખાસ્તને સેબીએ પણ મંજૂરી આપી હતી. જો કે, આમ છતાં, એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજી IPO લાવી ન હતી. કંપનીએ IPO દ્વારા 1350 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે 2015માં ડ્રાફ્ટ પેપર પણ ફાઈલ કર્યા હતા. 2010માં પણ કંપનીએ સેબીમાં પેપર્સ સબમિટ કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો