The last Test of the Ashes in Hobart from today, Khwaja OC. Will open for
  • Home
  • Sports
  • Cricket
  • હોબાર્ટમાં આજથી એશિઝની છેલ્લી ટેસ્ટ, ખ્વાજા ઓસી. માટે ઓપનિંગ કરશે

હોબાર્ટમાં આજથી એશિઝની છેલ્લી ટેસ્ટ, ખ્વાજા ઓસી. માટે ઓપનિંગ કરશે

 | 4:08 am IST
  • Share

  • ઇંગ્લેન્ડ વિજય સાથે શ્રેણીનું સમાપન કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે

  • પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમશે જે ડેનાઇટ ટેસ્ટ રહેશે

  • સિડની ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ રમી

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વર્તમાન એશિઝ ટેસ્ટ મેચ અંતિમ પડાવ ઉપર પહોંચી ચૂકી છે. બન્ને ટીમો શુક્રવારથી હોબાર્ટમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમશે જે ડેનાઇટ ટેસ્ટ રહેશે. ઓસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટની શ્રોણીમાં 30થી આગળ છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ભારે રસાકસી બાદ ડ્રો રહી હતી. હોબાર્ટ ખાતેની મેચમાં વિજય હાંસલ કરીને ઓસ્ટ્રેલિયા 40ના સ્કોર સાથે શ્રોણીનું સમાપન કરવાના  ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ શ્રોણીનું જે પણ પરિણામ આવ્યું હોય પરંતુ છેલ્લી ટેસ્ટમાં વિજય મેળવીને ઇંગ્લેન્ડ પ્રવાસનો અંત લાવવા માગશે. અંતિમ ટેસ્ટ સવારે 9:30 કલાકથી શરૂ થશે.  

પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાના ગેમપ્લાનને જાહેર કરી દીધો છે. સુકાની પેટ કમિન્સને જણાવ્યું હતું કે, પાંચમી ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા ઓપનિંગ કરશે અને તેને બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કરવામાં આવ્યો છે. ખ્વાજાએ શ્રોણીમાં સિડની ખાતે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી અને તેણે બન્ને દાવમાં સદી ફટકારી હતી. ખ્વાજાને માર્ક હેરિસનું સ્થાન આપવામાં આવ્યું છે અને પાંચમા ક્રમે ટ્રેવિડ હેડ બેટિંગ માટે મેદાનમાં ઊતરશે. કોરોના પોઝિટિવ હોવાના કારણે હેડ સિડની ટેસ્ટમાં રમી શક્યો નહોતો. ખરાબ ફોર્મના કારણે હેરિસને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. તેણે 14 ટેસ્ટમાં 29.83ની એવરેજથી 179 રન બનાવ્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો