The market closed at a record high, with the Sensex surging 958 points
  • Home
  • Business
  • રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યું બજાર, સેન્સેક્સમાં 958 અંકનો ઉછાળો

રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યું બજાર, સેન્સેક્સમાં 958 અંકનો ઉછાળો

 | 5:05 pm IST
  • Share

થોડા સમયથી શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહનો ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર ઉતાર ચઠાવ વચ્ચે સેન્સેક્સ લીલા નિશાન સાથે બંધ કર્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 958.03 પોઈન્ટ (1.63 ટકા)ના વધારા સાથે 59,885.36 પર બંધ રહ્યો છે. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 276.30 પોઇન્ટ (1.57 ટકા)ના વધારા સાથે 17,822.95 પર બંધ રહ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 710 પોઇન્ટ અથવા 1.21 ટકા વધ્યો હતો.

આ કારણોસર આવી તેજી

આઈપીઓ માર્કેટ પણ સારું કરી રહ્યું છે. તેનાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. કંપનીઓ બીજા ક્વાર્ટરમાં સારા પરિણામની અપેક્ષા રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીની બે લહેરનો સામનો કરી રહેલી દેશની અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટા પર આવી રહી છે. સરકાર ઉદ્યોગોને સતત ટેકો આપી રહી છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા હતો. રસીકરણને કારણે રોકાણકારોમાં કોરોનાનો ડર સમાપ્ત થયો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ પરિબળોએ બજારને અસર કરી હતી.

 
મોટા શેરોની વાત કરીએ તો દિવસના કારોબાર બાદ હિન્દાલ્કો, બજાજ ફિનસર્વ, એલ એન્ડ ટી, કોલ ઇન્ડિયા અને ટાટા મોટર્સના શેર લીલા નિશાન પર બંધ રહ્યા હતા. તો બીજી તરફ એચડીએફસી લાઇફ, ડો રેડ્ડીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર અને આઇટીસી લાલ નિશાન પર બંધ રહ્યા હતા.

જો આપણે સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, આજે મીડિયા સિવાય તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ રહ્યા છે. તેમાં IT, FMCG, ફાઇનાન્સ સર્વિસીસ, બેન્કો,ઓટો, PSU બેન્ક, મેટલ, ફાર્મા અને રિયલ્ટીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો