The master of our masters of the National Police Academy
  • Home
  • Columnist
  • રાષ્ટ્રીય પોલીસ અકાદમીના અમારા ઉસ્તાદોના ઉસ્તાદ

રાષ્ટ્રીય પોલીસ અકાદમીના અમારા ઉસ્તાદોના ઉસ્તાદ

 | 8:40 am IST
  • Share

વાસ્તવિકતા : પોલીસતંત્રમાં એવા અસંખ્ય નાયકો હોય છે જેઓ મીડિયામાં દેખાયા વિના પૂરા જોમ સાથે પોતાનું કામ કરતા રહે છે

આઇપીએસ અકાદમીમાં આ ‘ઉસ્તાદ’ જ આઉટડોર તાલીમના સર્વેસર્વા એવા અસલી દબંગ હોય છે.

પોલીસ વિષયક કથાનકો ત્રાસવાદીઓ અને અપરાધીએ સામે લડતા પોલીસ જવાનોની બહાદુરીને બિરદાવે છે. આપણે બધા પણ ઘણાબધા પોલીસ અધિકારી, ખાસ કરીને આઈપીએસ અધિકારીઓને ખૂબ મહત્ત્વ આપીએ છીએ.

આઉટડોર તાલીમ આપતા ટ્રેનર કે જેમને ‘ઉસ્તાદ’ કહીને બોલાવવામાં આવે છે તે છે આવા પ્રેરક પાત્રો. તેઓ નાયક, હવાલદાર, સબ-ઇન્સ્પેક્ટર કે વધુમાં વધુ ઇન્સ્પેક્ટર રેન્ક ધરાવતા હોય છે. અમે આઇપીએસ અધિકારીઓ ધરાવીએ છીએ તેવી એસપી, ડીઆઇજી વગેરે જેવી આકર્ષક રેન્ક તેમની હોતી નથી.   પરંતુ આ ‘ઉસ્તાદો’ જ એ હીરોઝ છે કે જેઓ પીએચડી, આઇઆઇટી ઇજનેર કે અનુસ્નાતક જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ ધરાવનારા ેંઁજીઝ્ર, સિવિલ ર્સિવસ પરીક્ષાઓ પાસ કરીને આવેલા તાલીમાર્થીઓને લીડર બનાવે છે. આઇપીએસ અકાદમીમાં આ ‘ઉસ્તાદ’ જ આઉટડોર તાલીમના સર્વેસર્વા એવા અસલી દબંગ હોય છે. તે ‘ઉસ્તાદો’ આંજી નાખતી પદવીઓ અને યુપીએસસી ઉત્તીર્ણ કર્યાનો દરજ્જો નથી ધરાવતા, પરંતુ તેઓ પોતાના કામમાં એક્કા હોય છે. બીજા કોઈપણ કરતાં પાવરધા. વ્યાયામ, પરેડ, આર્મ્સ ડ્રિલ કે પછી ફિલ્ડ ક્રાફ્ટ, ખેલકૂદ, શૂટિંગ કે અશ્વ સવારી વગેરે બધામાં તેઓ પાવરધા હોય છે. વધુમાં, યુવાનો સામાન્યપણે બંધબારણે અભ્યાસ કરીને પરીક્ષાઓ ઉત્તીર્ણ કરતા આવેલા યુવાનોને પોલીસ જોબની કઠોરતામાં ટકી રહે તેવા ફિટ અને એથ્લેટિક ફિગર ધરાવતા જવાનોમાં પરિર્વિતત કરવાની કપરી જવાબદારી આ ઉસ્તાદે પાર પાડવાની હોય છે.

મને મૂળે હરિયાણાના અને લાંબંુ, દુબળંુ પાતળું કદ ધરાવતા અમારા ચીફ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર (સીડીઆઇ) ઇન્સ્પેક્ટર રાજિન્દરસિંહ યાદ છે. આજે સીડીઆઇ ભલે ઇન્સ્પેક્ટર રેન્ક ધરાવતા હોય, પરંતુ તે ફિલ્ડના સર્વેસર્વા જ છે, કોઈપણ કમિશનર કે ડીજીપી કરતાં વધુ શક્તિશાળી છે કારણ કે, ઇચ્છે ત્યારે અને ઇચ્છે તે રીતે ક્ષણભરમાં હુકમ કરી શકે છે, પછી તે કટાક્ષ કરીને હોય કે બરાડો પાડીને હોય. તેમનો કમાન્ડ કોઈનાય પ્રભાવમાં નથી હોતો. આજે પણ મને તે વાતનું અચરજ છે કે અકાદમીમાં જોડાયાના 3-4 દિવસમાં જ ઇન્સ્પેક્ટર રાજિન્દરસિંહને તમામ તાલીમાર્થીના નામ યાદ હતા. એક સપ્તાહમાં તો અમારા જેવા પ્રત્યેક તાલીમાર્થીની આદતોથી પણ તેઓ વાકેફ થઈ ગયા હતા. એક મહિનો જતા સુધીમાં તો દરેક તાલીમાર્થીને લાગવા માંડયું હતું કે, ‘ઉત્સાદ’ તેમની વ્યક્તિગત સમસ્યાઓને પણ જાણતા હતા. તેમની યાદશક્તિ અને 100થી વધુ તાલીમાર્થીઓ વિશે માહિતી મેળવી લેવાની આગવી સ્ટાઈલ તો આઇબી કે રોના ડિરેક્ટર્સ માટે પણ અનુકરણીય છે.

તે પછી અમારા મુખ્ય હોર્સ રાઇડિંગ ઇન્સ્ટ્રક્ટર સબ-ઇન્સ્પેક્ટર હનુમાનસિંહ પણ મને યાદ છે. મૂળે તેઓ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારના હતા.ખાખી બ્રિચિસમાં તેમનું વ્યક્તિત્વ એવું ઢાળી દીધું હતું કે પાતળી દેહછટા ધરાવતા આ અશ્વસવારની તેજભરી આંખોમાં જરૂર કરતાં જરાય વધારે આંખ મેળવી તો ક્ષણભરમાં તમારું અભિમાન ઓગાળી દે. તેમની જાડી મૂછ રૂઆબમાં એવો વધારો કરતી કે તેમની હાજરીમાત્ર અશ્વો અને તાલીમાર્થી આઇપીએસ અધિકારીઓ બંનેને તત્કાળ આજ્ઞાાકારી બનાવી દે. અશ્વો પળવારમાં પારખી લે છે કે તેનો સવાર તેનાથી ડરી ગયો છે કે કેમ? અશ્વની આ શક્તિને ‘અશ્વ ચેતના'(હોર્સ સેન્સ) કહીએ છીએ. અન્યથા કદાચ ‘શ્વાન ચેતના’, ‘બિલાડી ચેતના’ કે પછી ‘શાહમૃગી ચેતના’ પણ કહેવાતી હોત!

પરંતુ, ના અશ્વચેતના સૌથી સર્વોપરી ચેતના છે. એકવાર અશ્વને અણસાર આવી જાય કે સવાર ડરેલો છે કે જરાપણ અનિિૃતતા અનુભવી રહ્યો છે તો તે દોડવા લાગે છે. તેવામાં ભાવિ એસપી અને આઇજી ‘ઉસ્તાદ બચાવો, બચાવો…’ની બૂમો પાડે તે ઘટના અસામાન્ય નહોતી.

આ સમયે અમારા ‘ઉસ્તાદ’ પાંપણનો પલકારોય માર્યા વિના સંભળાવી દેતા કે ‘સાહેબ એક ઘોડોેે ચલાવી નથી શકતા, તો જિલ્લોે શું ચલાવશો.’

પરંતુ તમામ ઉસ્તાદ તીખા અને બરાડા પાડનારા નહોતા. મૂળ લખનઉના ઇન્સ્પેક્ટર વાસુદેવસિંહ તેમના સૌમ્યતમ સ્વભાવથી મારા જેવી તરવાથી ડરતી અને પથ્થરની જેમ ડૂબી જાય એવી વ્યક્તિને આખો સ્વિમિંગ પૂલ તરાવી દેતા હતા. ખૂબ જ સૌમ્યતાપૂર્વક સામી વ્યક્તિને કાંઈક કરવા પ્રોત્સાહન આપીને કે પછી સમજાવીને તેઓ પોતાનું કહ્યું કરાવતા હતા. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ કરી ચૂકેલા ઇન્સ્પેક્ટર વાસુદેવસિંહ પોતાની આંતરસ્ફુરણાથી કોઈને પણ સમજાવવા અને પ્રેરણા આપવામાં પાવરધા હતા.

એક બીજા ઉસ્તાદ બારમેરના અંતરિયાળ પ્રદેશના ર્પૂિણમા રામ હતા. તે 50 વર્ષ ઉપરના હતા, પરંતુ અમારા જેવા વીસ વર્ષ આસપાસ ઉંમરના તેમના જેવી ઊર્જા બતાવવામાં હાંફી જતા હતા. મલયાલમ બ્રાન્ડ હિન્દી બોલતા કેરળના પિલ્લાઇ ઉસ્તાદ એક રાઇફલને માત્ર 30 જ સેકન્ડમાં ખોલીને છૂટી પાડીને પાછી રિ-એસેમ્બલ કરી શકતા હતા. જ્યારે અમારામાંના ઔઆઇઆઇટીમાં અભ્યાસ કરી ચૂકેલા તેજસ્વી મિકેનિકલ એન્જિનિયર્સ રાઇફલના પૂર્જા ઓળખવા માટે મિનિટો સુધી સંઘર્ષ કરતા રહેતા હતા.

આઇપીએસ અધિકારીની પ્રત્યેક પેઢી આવા ઉસ્તાદો અને અતુલનીય ગુણો ધરાવતા ટ્રેનર્સ ધરાવતી હોય છે. કેટલીકવાર તેમના બરછટ વ્યવહારો અને કાંટાળા તાર યુપીએસસી પાસ કર્યાથી વધી ગયેલા અમારા અભિમાનને ઠેસ પણ પહોંચાડી શકે, પરંતુ આખરે તે બધા જ દેશભરના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા હતા. તેઓ આપણા દેશના સાચા ખમીરનું પ્રતિનિધિત્વ કરતા હતા, તમામ અડચણો સામે દેશને આગળ વધારતા રહેતા વંચિતો, કઠોર પરિશ્રમ કરનારા માણસોનું ખમીર. નેશનલ પોલીસ અકાદમીના ઉસ્તાદો આઇપીએસની જેમ જ ઓલ ઇન્ડિયા કેડર જેટલો જ દબદબો ધરાવતા હતા. સમય જતાં અમારા ઘડતરમાં આ ‘ઉસ્તાદો’નું પ્રદાન સમજાય છે. અમે પુસ્તકિયા અને સૈદ્ધાંતિક જ્ઞાાનમાં હંમેશાં સારા હતા. પરંતુ ફિલ્ડ અને ફિઝિકલ જેવા પાસાને તેમણે ઘડીને ધારદાર બનાવ્યા હતા. આ તાલીમ તમારી સાથે રહે છે અને પ્રેક્ટિકલ કૌશલ્ય રૂપે તમારામાં સમાઈ જાય છે.

આપણે કદાચ અનુસ્નાતક પદવીઓની કલ્પના કરતા હોઈશું, પરંતુ અમારા ‘ઉસ્તાદો’ જીવનની સૌથી અઘરી યુનિર્વિસટીમાંથી ડબલ પીએચડીની પદવી મેળવી આવ્યા હતા. તે યુનિર્વિસટીના સૌથી મૂલ્યવાન પાઠ તેઓ અમને ભણાવતા હતા. તે એવા પાઠ છે કે જે તમારી સાથે રહે છે અને તમારા જીવનનો ભાગ બની જાય છે. અમે આજે તે ઉસ્તાદોને માત્ર સેલ્યૂટ કરી શકીએ છીએ. અમે તેમના આભારી છીએ કે અમે જે પદ્ધતિ સમજવા માટે ખૂબ નાના હતા એ પદ્ધતિથી નક્કર રીતે અમને ઘડયા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો