The mental condition of the children deteriorated due to Corona, cases came to light in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનાને કારણે બાળકોની માનસિક હાલત કથળી, અમદાવાદમાં સામે આવ્યા ચોંકાવનારા કિસ્સાઓ

કોરોનાને કારણે બાળકોની માનસિક હાલત કથળી, અમદાવાદમાં સામે આવ્યા ચોંકાવનારા કિસ્સાઓ

 | 5:26 pm IST
  • Share

કોરોનાની સૌથી વધુ અસર થઈ હોય તો તે છે વિદ્યાર્થીઓના અભ્યાસ પર. કોરોનાને કારણે પ્રાયમરી સ્કુલો તો સમગ્ર વર્ષ શરૂ ન થઇ શકી અને વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કરવો પડ્યો. પરંતુ તે જોઇએ તેટલો કારગડ નથી નિવડ્યો અને ઘરે બેઠાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ વણસી છે. અને અમદાવાદમાં બાળકોનાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે.

કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની માનસિક હાલત કથળી છે. એક વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ટીવીના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ સિસ્ટમ જોઇએ તેટલી કારગડ નિવડી ન હોવાનુ મનોચિકિત્સકો માને છે. મનોચિકિત્સકોનું માનીએ તો ઓનલાઇન એજ્યુકેશનમાં ફક્ત 15 ટકા જ વિદ્યાર્થીઓ જ ભણ્યા. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓના ઝઘડાઓ પણ વધ્યા હોવાનુ સામે આવ્યુ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ વેકેશન જેવો જ માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં માનસિક સ્ટ્રેસ હોવાનું પણ સામે આવ્યું છે.

સમગ્ર વર્ષ દરમિયાન બાળકોમાં આવેલા સિમ્પટમ્સની વાત કરીએ તો મમ્મી-પપ્પાને કોરોના નહીં થાય ને તેના વિચારે ચઢી જાય છે. પરિવારમાં કોરોના થતાં અનેક વિદ્યાર્થીઓ ખાવાનું છોડી દે છે. વિદ્યાર્થીઓ વિચારે ચઢીને રોયા કરતાં હોય છે. અનેક વિદ્યાર્થીઓ એકલાં રહેવાનુ પસંદ કરવા લાગ્યા છે. મોબાઇલ નહીં આપો તો વાંચીશ નહી તેવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. 12-20 વર્ષમાં કોઇને કોરોના થયો હોય તેવા લોકોમાં ભયનો માહોલ છે.

કોરોનાનો ડર એટલો છે કે અનેક લોકોએ પોતાના ઘરમાં જવાનું પણ બંધ કરી દીધુ છે. શહેરના પુર્વ વિસ્તારમાં એક વ્યક્તિએ છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર સુવાનું શરૂ કરી દીધુ છે. તેમને ડર છે કે તેમનાથી તેમના પરિવારને કોરોના થશે. ઉપરાંત અનેક લોકોને પરસેવો થવો, ગભરામણ થવી, બેચેની થવી તેવા લક્ષણો જોવા મળ્યા છે.

વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ મોબાઇલમાં નેગેટિવ ન્યુઝ અને ફેક ન્યુઝ જોતાં હોય છે. તેની સીધી જ અસર તેમના મગજ પર થાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ કોરોનાના સ્ટ્રેસથી બચવા માટે નેગેટિવ ન્યુઝથી બચવું જોઇએ. ઉપરાંત મિત્રો સાથે સ્ટડી રિલેટેડ ડિસ્કશન, ફેમિલી સાથે વાતચીત અને કસરતો કરવી જોઇએ. જેથી કરીને સ્ટ્રેસ ઘટડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન