The most important day of Navratri festival is the adoration
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • નવરાત્રિ પર્વનો સૌથી મહત્ત્વનો દિવસ અષ્ટમીએ આદ્યશક્તિની આરાધના

નવરાત્રિ પર્વનો સૌથી મહત્ત્વનો દિવસ અષ્ટમીએ આદ્યશક્તિની આરાધના

 | 9:38 am IST
  • Share

  • આજે નવરાત્રિમાં સૌથી વિશેષ દિવસ, માતાજીની આઠમ
  • અંબાજી, અંબિકાનિકેતન, ઉમિયા ધામ, ભવાની-અન્નપૂર્ણા મંદિરમાં રોનક દેખાશે
  • દુર્ગાષ્ટમીનું રંગારંગ આયોજન, હવન, નવચંડી પાઠ થશે

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની રોનક શહેરમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. કોરોનાં નિયંત્રણો વચ્ચે આ વર્ષે કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ સાથે જ શેરીગરબાની ઝાકમઝોળ જોવા મળી રહી છે. તેમાં પણ બુધવારે નવરાત્રી પર્વના સૌથી મહત્ત્વના દિવસ ગણાતા એવા માતાજીની આઠમ, દુર્ગાષ્ટમીની ઉજવણી સાથે જ શ્રાદ્ધાળુઓ, ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ સમુદાય દ્વારા દુર્ગાષ્ટમી પર્વની ઉજવણીનું રંગારંગ આયોજન કરાયું છે. બીજી બાજુ મંદિરોમાં હવન, છપ્પનભોગ, નવચંડી પાઠ થશે.

નવરાત્રિ પર્વમાં આઠમના દિવસનું ભારે મહાત્મ્ય

નવરાત્રિ પર્વમાં આઠમના દિવસનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. માતાજીની આઠમને લઇને શ્રાદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચે છે. સામાન્યરીતેઆઠમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની હકડેઠઠ ભીડની સાથે જ મહાઆરતી, મહાપૂજા સહિતના આયોજનો કરવામાં આવે છે.

જેને આધીન આ વર્ષે છૂટછાટ સાથે જ કોટ્સફિલ રોડ સ્થિત અંબાજી મંદિર, પારલે પોઇન્ટ સ્થિત અંબિકાનિકેનત મંદિર, વરાછા સ્થિત ઉમિયા ધામ મંદિર, સલાબતપુરા દોળિયાવાડ સ્થિત ભવાની માતા મંદિર, પાલ સ્થિત અન્નપૂર્ણા માતા મંદિરમાં ભક્તોની ભીડ સાથે જ દિવસભર ધાર્મિક કાર્યક્રમોનો દોર જોવા મળશે.

મંદિરોમાં સવારે અને સાંજે આઠમની મહાઆરતી સાથે જ છપ્પનભોગ, નવચંદી પાઠ, સુવર્ણ શૃંગાર સહિતના આયોજનો કરાયા છે. ઘરે ઘરે પણ શ્રાદ્ધાળુઓ દ્વારા પંચામૃત હવનનું આયોજન કરાયું છે. રાતે 08.08 વાગ્યા સુધી આઠમ હોવાની સાથે જ મંદિરોમાં ઉજવણીનો દોર જોવા મળશે. જ્યારે રાત્રીએ શેરી-સોસાયટી ગરબામાં પણ આઠમ નિમિત્તે ઇનામોની બોછારો સાથે રંગેચંગે ઉજવણી કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો