The most magnificent and deadly animal on earth is the dinosaur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Kids World
  • પૃથ્વી પર જીવી ગયેલાં સૌથી ભવ્ય અને જીવલેણ જાનવર ડાઈનોસોર

પૃથ્વી પર જીવી ગયેલાં સૌથી ભવ્ય અને જીવલેણ જાનવર ડાઈનોસોર

 | 12:30 am IST
  • Share

અસલ જીવનનાં ડાઈનોસોર જોયા હોય તેને લાંબો સમય વીતી ચૂક્યો છે. જોકે તે બધા દુર્લભ હોવા છતાં આપણને ફ્લ્મિોમાં છાશવારે તેમની ઝાંખી કરવા મળે છે. જોકે હોલિવૂડે ડાઈનોસોરનો આકાર અને તેઓ કેટલા જીવલેણ છે તે બતાવ્યું છે. જોકે તેમના વિશે આથી પણ વધુ જાણવા જેવું છે. આજે ચાર સૌથી જીવલેણ ડાઈનોસોરની ઝાંખી અહીં કરાવવામાં આવી છે.  

આર્જેન્ટિનોસોરસ ઃ ડાઈનોસોરની આ સૌથી વિરાટ જાતિમાંથી એક છે. આર્જેન્ટિનોસોરસ એટલો વિરાટ છે કે તે એક પગલું પણ મૂકે તો ધરતી હલાવી નાખે છે અને નાનો ધરતીકંપ પેદા કરે છે. તે છોડ ખાય છે છતાં આર્જેન્ટિનોસોરસ અન્ય પ્રાણીઓ માટે ખતરો હતો, તેનું કારણ તે ચાલે ત્યારે મગરમચ્છ, કાચબા અને અન્ય નાના ડાઈનોસોર જેવાં પ્રાણીઓને કચડી નાખતો હતો.

 રસપ્રદ વાસ્તવિકતા ઃ આર્જેન્ટિનોસોરસ ભૂરી વ્હેલ કરતાં ઊંચા અને લાંબા હતા. માથાથી પૂંછ સુધી ઊંચાઈમાં આશરે ૩૫ મીટર હતા અને વજન આશરે ૭૦ ટન હતું. તે ૧૦ ડબલ ડેકર બસ એકત્ર મળીને વજન થાય છે તેનાથી પણ ભારે હતા.  

ટાયરેનોસોરસ રેક્સ ઃ ટાયરેનોસોરસ રેક્સ ટી-રેક્સ તરીકે પણ ઓળખાય છે. તે આશરે ૧૩ મીટર ઊંચા હતા અને પૃથ્વી પર અવતરેલા સૌથી વિરાટ શિકારીમાંથી એક હતા. તેનો વ્યાપક આકાર, ધારદાર દાંત અને મજબૂત જડબા અન્ય પ્રાણીઓને ગણતરીમાં ચગળી નાખતા. આથી જ સૌથી જીવલેણમાંથી એક તરીકે તેમને ઓળખવામાં આવતા હતા.  

 રસપ્રદ વાસ્તવિકતાઃ ટી- રેક્સના ૬૦ દાંત અને ૬ ટનની શક્તિ સાથે કોઈ પ્રાણી ટકી શકતું નહીં.  

વેલોસિરેપ્ટર ઃ આકારમાં તુલનાત્મક રીતે નાના વેલોસિરેપ્ટર ફ્ક્ત એક મીટર ઊંચા અને વજન માત્ર૧૫ કિલો હતું. જોકે તેની ગતિ કલાકના ૪૦ માઈલની હતી. તેના ધારદાર પંજાનો શિકાર માટે ઉપયોગ કરતા.

 રસપ્રદ વાસ્તવિકતાઃ સર્વમાં વેલોસિરેપ્ટર જ્યુરાસિક મુવી સિરીઝમાં જોવા મળે છે તેવા સાવ અલગ દેખાતા હતા. મુવીમાં તેની ગતિ વિશે માહિતી સાચી છે. આ પ્રાણી નિર્દયી ટીમ તરીકે કામ કરતાં અને ક્યારેય એકલાં રહેતાં નહોતાં.  

એલોસોરસ ઃ સર્વ શિકારીઓમાં એલોસોરસ તેની ખોપરીનો ઉપયોગ કુહાડી તરીકે કરે છે, જે શિકાર કરવા માટે કલ્પના નહીં કરી શકાય તેવી સૌથી ભયાનક પદ્ધતિ છે. વિજ્ઞાાનીઓ જણાવે છે કે એલોસોરસ ભારે બળ સાથે તેમની ખોપરીને ફ્ેરવતા, જેથી અન્ય પ્રાણીઓ તેના હુમલાનો શિકાર બનતા હતા.   

 રસપ્રદ વાસ્તવિકતાઃ તેનું બચકું ભરવાનું બળ ટી-રેક્સના બળ કરતાં ૩૦ ગણું ઓછું છે. એલોસોરસ તે છતાં તેનાં સાધનોની લીધે નહીં પણ ટેક્નિકને લીધે અન્ય જીવલેણ ડાઈનોસોરની સમકક્ષ ગણવામાં આવતા હતાં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન