The new Chief Minister of Karnataka will be Basavaraj Bommai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે બસવરાજ બોમ્મઈ, લિંગાયત સમુદાય પર છે સારી પકડ

કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે બસવરાજ બોમ્મઈ, લિંગાયત સમુદાય પર છે સારી પકડ

 | 8:56 pm IST
  • Share

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહેલી રાજકીય ઘટનાક્રમમાં હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે. બીજેપી વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન, બીએસ યેદિયુરપ્પાએ બસવરાજના નામ પર પ્રસ્તાવ મૂક્યો, જે સ્વીકારવામાં આવ્યો.

કાર્યકારી મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાએ બેઠકમાં બોમ્મઈના નામની દરખાસ્ત કરી હતી, જેને કરજોલ અશોક ઈશ્વરપ્પા અને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. બાદમાં, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બસવરાજ બોમ્મઇના નામની ઘોષણા કરી હતી. બસાવરાજ હવે આવતીકાલે નવા મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળશે. બી.એસ. યેદિયુરપ્પાની જેમ નવા મુખ્યમંત્રી પણ રાજકીયરૂપથી પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાંથી આવે છે.

જનતા દળને છોડીને બસવરાજ બોમ્મઇ 2008 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી તે સતત પાર્ટીમાં ઉપર ચઢતા ગયા. તેઓ અગાઉ રાજ્ય સરકારમાં જળ સંસાધન પ્રધાન રહી ચૂક્યા છે. તે યેદિયુરપ્પા સરકારમાં ગૃહ પ્રધાન પણ હતા. તેમણે તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત જનતા દળથી કરી હતી.

બોમ્મઇ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે અને તેણે પોતાની કારકીર્દિની શરૂઆત ટાટા જૂથથી કરી હતી. તેઓ બે વખત એમએલસી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા એસઆર બોમ્મઇ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન