The only way to escape is to remember only one Bhagavad
  • Home
  • Astro
  • બચવાનો સાચો માર્ગ એક જ ભગવદ્ સ્મરણ

બચવાનો સાચો માર્ગ એક જ ભગવદ્ સ્મરણ

 | 9:22 am IST
  • Share

વ્યંંતર દેવે જિનદાસને જાતે જ ફળ લાવીને આપ્યું. જિનદાસને કહ્યું, મારે તને મારવો નથી. તારા આ મંત્રજાપે મારી વિચારધારા બદલી છે

જિનદાસ ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં રહેતો હતો. એ નગરનો રાજા ક્ષિતિપાલ રાજ્યનું પાલન તો સારી રીતે કરી રહ્યો હતો. એની તકલીફ માત્ર એટલી જ હતી કે ભોગવિલાસના એક પણ અવસરને એ ચૂકતો નહીં. જ્યારે જે અવસર આવે એનો આનંદ લૂંટવા એ તૈયાર રહેતોનગરની પાસે જ એક વેગવતી નામની નદી હતી. ચોમાસામાં એ સમયે ભરપૂર વરસાદ આવ્યો, પરિણામે વેગવતી નદી બે કાંઠે વહેવા લાગેલી. નદીના પૂરની સાથે એક બિજોરાનું ફળ પણ આવ્યું

નગરનો કોટવાલ રાજાનો અનન્ય ઉપાસક હતો. રાજાની સેવા કરવામાં એને અનન્ય આનંદ આવતો હતો. એ નદી કિનારે ફરતો હતો. પેલું બિજોરાનું ફળ એના જોવામાં આવ્યું. સરસ મજાનું મોટું અને પાકું બિજોરાનું ફળ એણે લઈ લીધું. આ ફળ રાજાને આપું એવો એને વિચાર આવ્યો. તરત એણે અમલમાં મૂક્યો. એણે એ ફળ રાજાને આપ્યુંં

રાજાએ એ ફળ લીધું. ચાખ્યું, સરસ મજાનો સ્વાદ રાજાની જીભે વસી ગયો. બિજોરું સ્વાદિષ્ટ તો છે જ સાથે આરોગ્યવર્ધક પણ છે. રાજાએ એ જ કોટવાલને આદેશ કર્યો. કોટવાલજી, તમે બિજોરું સરસ લાવ્યા છો પણ આવું બિજોરું રોજ લાવવાનો તમને આદેશ કરવામાં આવે છે. મહારાજ, આ બિજોરું નદીના જલપ્રવાહમાં તરતું આવેલું. એ મે આપને આપેલું. એના વૃક્ષ વિશે મને કોઈ માહિતી નથી

તમે કોટવાલ છો એના વૃક્ષની તપાસ કરજો. ભલે નદીના પ્રવાહમાં આવેલું હોય પણ એ ઊગેલું તો હશે. કોઈ વૃક્ષ ઉપર માત્ર એક જ ફળ ઊગેલું હશે એવું તો ના જ હોયનેહવે રાજાની સાથે લાંબી ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો. એ તો જી મહારાજ કરીને ત્યાંથી રવાના થયો. હવે એ વિચાર કરે છે બિજોરું શોધવા ક્યાં જવાનું? વિચાર આવ્યો મુશ્કેલીના સમયે માણસ શાંતિથી વિચારે તો એને માર્ગ મળે, પણ જો આવા સમયેહવે મારું શું થશેમાત્ર આવો જ વિચાર કર્યા કરે એ કંઈ જ કરી શકે નહીં

ફળ નદીમાં આવેલું છે એનો અર્થ એ છે કે આ ફળનું વૃક્ષ નક્કી નદીના કિનારે હોવું જોઈએ અને જ્યાંથી પાણી આવે છે એ ઉપરવાસ તરફ જવાથી બિજોરા ફળનું સરનામું મને મળી જશેબીજા દિવસે પોતાના વિચારનો અમલ કર્યો. નદીના કિનારે કિનારે એ આગળ વધ્યો. આગળ જતા એક વિશાળ ઉદ્યાન આવ્યું. એમાં જાતજાતનાં વૃક્ષો હતાં. દરેક વૃક્ષ પર નજર કરતાં એમાં એને બિજોરાનું વૃક્ષ જોવા મળ્યું

એટલામાં ત્યાં ઉદ્યાનનો રક્ષક માળી પણ ત્યાં આવ્યો. એણે કોટવાલના મનને વાંચી લીધું. એણે કહ્યું, કોટવાલજી, આ બિજોરાને લેવાનો વિચાર કર્યો હોય તો રહેવા દેજો. આ વૃક્ષ વ્યંતર દેવથી અધિષ્ઠિત છે. આના ઉપરથી જે માણસ ફળ તોડે છે એને વ્યંતર દેવ જીવતો જવા દેતો નથી

કોઈ પણ માણસને પોતાનો જીવ વહાલો હોય છે. રાજાના આદેશનું પાલન કરવાનું પણ જીવ બચાવીને જો મરવાનું જ હોય તો રાજાજ્ઞાને સાઈડમાં કરવી પડેએ તો ફળ લીધા વગર પોતાના નગરમાં આવ્યા. રાજા પાસે જઈને રાજાને નિવેદન કરી લીધું કે ફળ તો મળે પણ જીવ આપી દેવો પડે

જીવ આપીને પણ ફળ મળતું હોય તો છોડવું નહીં, રાજાનો આવો વિચાર હતો, કારણ કે આમાં મરવાનું પોતાને નથી, મરવાનું તો બીજાને છેને, પછી શા માટે આપણે ડરવાનું? આપણે તો ફળ આરોગવાનુંરાજાએ આદેશ જારી કર્યો. નગરના તમામ માણસોના નામની ચિઠ્ઠી તૈયાર કરાવો. રોજ એક બહાર કાઢો, જેનું નામ આવે એને જવાનું. ફળ આપી દે પછી ભલે પેલો વ્યંતર દેવ એને મારી નાંખે, કોઈ ચિંતા નહીં

આવા પણ રાજાઓે હતા. એમને પોતાની પ્રજાના ભોગે આનંદ પ્રમોદ કરવામાં જ રસ હતો. પ્રજાનાં કામો કરવાનો કોઈ ભાવ જ ન હોેય માત્ર પોતાનું સ્વામીત્વ સ્થાપન કરવા સિવાય એમને કશું દેખાય જ નહીં. માણસ મરે કે જીવે મારું કામ તો થવું જ જોઈએબસ, હવે આ નિત્યક્રમ થઈ ગયેલો. રોજ સવારે ઘડો હલાવીને કોઈ પણ એક ચિઠ્ઠી બહાર કાઢવાની, જેનું નામ આવે એણે ઉદ્યાનમાં જવાનું, ફળ લાવીને આપવાનું અને પેલો વ્યંતર આવીને માણસને પરલોક પહોંચાડી દે

આ તો રાજાનો નિયમ, એમાં કોઈ ફેરફાર તો થાય જ નહીં. અરે, અપીલ પણ કરી શકે નહીં. આરોપી પણ એ જ અને ન્યાયાધીશ પણ એ જ. કોણ સાંભળે અને કોણ ન્યાય કરેરોજનો આ ક્રમ ચાલુ થઈ ગયો છે. જેનો વારો આવે એ જ વિચારે કે મરવાનું તો કોને ગમે. પત્ની, પરિવાર, પુત્ર વગેરે બધાં કલ્પાંત કરે પણ બીજું શું કરે? સામે તો થવાય જ નહીં. સામે તો રાજા હતો. એની સામે પડે તો પણ મરવાનું અને ન પડો તો પણ મરવાનું

પેલો જિનદાસ ભગવાનનો પરમ ઉપાસક હતો. એના રોજના નિયમપાલનમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાનો. એણે પોતાનું જીવન ભગવાન ભરોસે છોડેલું. એ જેમ રાખે એમ જ રહેવાનું. પોતાની આશા કે ઈચ્છાઓને ક્યાંય પણ વચ્ચે લાવવાની જ નહીં. એને જે સારું લાગે એ જ કરવાનું. અને એ જ થાય એમ માનવાનું

એક દિવસ એનો જ વારો આવ્યો. એણે તો માની લીધું, આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે એણે વિચાર્યું હશે નવો જનમ લેવાનું, તો લઈ જ લેવાનો, આપણે ક્યાં કોઈ ચિંતા છે

એને સમાચાર મળ્યા, પણ કોઈ ટેન્શન નથી. એણે તો પોતાની ભક્તિ વધારી. ઘરના માણસો પુત્ર, પત્ની, પરિવાર રડે પણ એણે કહી દીધું છે, મારા વહાલા પરમાત્માએ એના જ્ઞાનમાં જોયેલું હશે એ જ થવાનું છે, પછી મારે શા માટે ચિંતા કરવાની હોય. નવા જન્મની જ તૈયારી કરવાની. એના માટે એનો જાપએનું ધ્યાન કરવાનું. નવકાર મંત્રનો જાપ કરવાનો, એ સિવાય બીજા કોઈ પણ કામમાં પડવાનું જ નહીં. મરવાનો કોઈ વસવસો નહીં. આત્મા તો મરતો નથી. આ તો આપણાં કપડાં જરૂર ફાટી ગયાં કે તો એને કાઢીને નવાં પહેરવાનાં તો પછી એની ચિંતા શા માટે કરવાની? નવકારના જાપ સાથે પોતાની આરાધના વધારી. અન્ય કામ કરતાં પણ નવકારનો જાપ તો ચાલુ જ હોય. મરવાથી ડરવાનું શું? ડરવાથી મરવાનું આઘું ઠેલાય? તો પછી ડરવાથી પણ ફાયદો પણ શું? વીરની જેમ સામે ચઢીને શા માટે ન જવું

સમય થયો એટલે એ તો ઘરના દરેક સભ્યને પ્રેમથી મળ્યો. બધાની સાથે પ્રેમથી વિદાય લીધી અને નવકાર મંત્રનો જાપ કરતાં કરતાં એ તો આગળ વધ્યો. ચાલતો જાયડગ ભરતો જાય અને નવકાર મંત્ર તો ચાલતો જ હોય. ઉદ્યાનમાં ગયો. પેલા બિજોરાના વૃક્ષ પાસે પહોંચ્યો. નવકાર મંત્ર ચાલુ છે. એને મરણનો કોઈ ક્ષોભ નથી. હાય હાય હું હવે થોડી પળોનો મહેમાન છું. હું મરી જઈશ આવો કોઈ વિચાર એના મગજમાં ચાલતો નથી. કોઈ સંકલ્પ વિકલ્પ નહીં

વૃક્ષના અધિષ્ઠાયક દેવ એણે આ માણસની નિર્ભયતા જોઈ. એના મુખમાંથી નીકળતો નવકાર મંત્રનો ધ્વનિ અસરકારક બન્યો છેએ વિચાર કરે છે મારે આ માણસને શા માટે મારવાનો? જવા દે એક ફળ જ તો એ માગે છે. જવા દે. વ્યંંતર દેવે જાતે જ ફળ લાવીને આપ્યું. જિનદાસને કહ્યું, મારે તને મારવો નથી. તારા આ મંત્રજાપે મારી વિચારધારા બદલી છે

પેલો જિનદાસ કહે છે, તમારી વિચારધારા બદલાઈ જ છે તો કાયમ રાખો. મારવા કરતાં જિવાડવામાં વધારે આનંદ હોવો જોઈએ. અને વ્યંતરે કહ્યું તમે ચિંતા કરશો નહીં, હવે હું કોઈપણ માણસને મારવાનો વિચાર પણ કરીશ નહીં. પેલો જિનદાસ ફળ લઈને ગયો, રાજાને આપ્યું, અને રાજાને નિવેદન કર્યું. વ્યંતર દેવે આ પ્રમાણે કહ્યું છેભગવાનનું નામસ્મરણ કેટલા બધા માણસોને બચાવી શકે છે તો પછી આપણે પણ એ જ કરવાનુંને

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો