The opening match of IPL 2022 is likely to be played on April 2 in Chennai
  • Home
  • Sports
  • Cricket
  • આ તારીખે થશે IPL 2022નો આરંભ! 10 ટીમો મચાવશે ધમાલ

આ તારીખે થશે IPL 2022નો આરંભ! 10 ટીમો મચાવશે ધમાલ

 | 9:54 pm IST
  • Share

  • 10 ટીમો સાથે IPL 2022નો થશે પ્રારંભ
  • IPL 2022માં 10 ટીમ હોવાના કારણે કુલ 74 મુકાબલા રમાશે
  • IPL 2022માં તમામ ટીમો 14-14 મેચ રમશે


આગામી વર્ષે 10 ટીમો સાથે IPL 2022 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022) અલગ અંદાજમાં જોવા મળશે. આઇપીએલમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે અને કુલ 74 મેચ રમાશે. બીસીસીઆઇના સૂત્રો પાસેથી એ જાણકારી સામે આવી છે કે, 2 એપ્રિલ એ સંભવિત તારીખ છે, જ્યારે આઇપીએલ 2022 શરૂ થઇ શકે છે.

IPL 2022ના આ દિવસે થશે આગાઝ

BCCIએ આઇપીએલ 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડે આગામી વર્ષે રમાનારી તેની લીગ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ પણ લગભગ નક્કી કરી દીધો છે. બોર્ડ આગામી વર્ષે પૂરી ટૂર્નામેન્ટ ઘરઆંગણે ભારતમાં જ કરાવાનું આયોજન કર્યું છે. આઇપીએલ 2022નો ઓપનિંગ મુકાબલો બીજી એપ્રિલે ચેન્નઇમાં રમાડવામાં આવશે. 10 ફ્રેન્ચાઇઝી ટીમ હોવાના કારણે કુલ 74 મુકાબલા રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં રમાશે. આ દરમિયાન તમામ ટીમો 14-14 મેચ રમશે, જેમાં 7 મેચ તેમના હોમ ગ્રાઉન્ડ પર અને 7 મેચ વિરોધી ટીમના મેદાન પર રમાશે.

જણાવી દઇએ કે, આઇપીએલની છેલ્લી બે સીઝન યુએઇમાં રમાઈ હતી. પરંતુ હવે આગામી વર્ષે આઇપીએલની આખી સીઝન માટે ભારતને જ યજમાન માનીને આખો કાર્યક્રમ તૈયાર કરાયો છે. આઇપીએલની આગામી સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમા અમદાવાદ અને લખનઉની બે નવી ટીમો પણ લીગમાં ભાગ લેશે.

જણાવી દઇએ કે, ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ખેલાડીઓનું મેગા ઓક્શન કરવામાં આવશે અને આ મેગા ઓક્શન પણ ચેન્નઇમાં યોજાશે. પ્રત્યેક ફ્રેન્ચાઇઝી વધારેમાં વધારે ચાર ખેલાડીઓને રિટેન કરી શકશે અને તેમાં બે કરતાં વધારે વિદેશી ખેલાડીઓ રહેશે નહીં. પ્રત્યેક ટીમોએ 30મી નવેમ્બર સુધીમાં આઇપીએલની આયોજન સમિતિને પોતાના દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ આપવાનું રહેશે.

ભારતમાં જ રમાશે આખી સીઝન

જોકે બીસીસીઆઈએ હજુ સુધી ઓફિશિયલ શિડ્યૂલની જાહેરાત કરી નથી. આઈપીએલ 2022ને લઈને પણ ઉત્સાહ છે કારણ કે આ વખતે આઈપીએલની આખી સીઝન ભારતમાં યોજાશે. બીસીસીઆઈના સચિવ જય શાહે તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે આઈપીએલ 2022 સીઝન ભારતમાં જ યોજાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો