અમદાવાદમાં શોરૂમના માલિકે લગ્નની લાલચ આપી સેલ્સગર્લને બે વર્ષ સુધી પીંખી

જુહાપુરા વિસ્તારના લેડીઝ કપડાંના શોરૂમના માલિક વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ યુવતીએ સોમવારે નોંધાવી છે. ફરિયાદ મુજબ યુવતીને નોકરીએ રાખીને આરોપીએ મિત્રતા કેળવી પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ બાંધતા શખ્સ સમક્ષ યુવતીએ લગ્ન અંગે મુદ્દે વાતચીત કરતાં આરોપી ઉશ્કેરાયો હતો. સાત દિવસ અગાઉ યુવતીને નોકરીમાંથી કાઢી મુકીને જેમફાવે તેમ બોલ્યો હતો. વેજલપુર પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય શબાના (નામ બદલ્યું છે) લેડીઝ કપડાંના શોરૂમમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતી હતી. ફરજ દરમિયાન શોરૂમના માલિક મુસ્તાક ફકીરમંહમદ મોડનએ શબાનાને જૂદા જૂદા વાયદા કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. શબાનાએ પણ ભોળવાઈને આરોપી સાથે પ્રેમસંબંધો આગળ વધાર્યા હતા. બે વર્ષના સમયગાળામાં અનેકવાર શબાના સાથે શારીરિક સંબંધો બાંધી આરોપીએ તેણે દગો દીધો હતો.
શબાનાએ આ અંગે આરોપીને લગ્ન માટે દબાણ કરતાં ઉશ્કેરાયેલા શખ્સએ તેણે નોકરીમાંથી કાઢી મુકી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં શબાનાએ સોમવારે રજૂઆત કરતાં પોલીસે આરોપી મુસ્તાક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીનું મેડિકલ કરાવી તેના રિપોર્ટના આધારે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
આ વીડિયો પણ જુઓ : વિદેશથી આવતા NRIને એરપોર્ટ બહાર હેરાનગતિ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન