The Poonawala family turned down the 1 billion dollar offer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • પૂનાવાલા ફેમિલીએ 1 અબજ ડૉલરની ઑફર ફગાવી, જાણો કોણે આપી અને કેમ

પૂનાવાલા ફેમિલીએ 1 અબજ ડૉલરની ઑફર ફગાવી, જાણો કોણે આપી અને કેમ

 | 3:23 pm IST
  • Share

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા ગ્લોબલ ઇન્વેસ્ટર્સની સાથે ગત વર્ષે એક અબજ ડૉલરની મોટી ડીલ કરવાની હતી. જો કે ઑક્ટોબરની આસપાસ ડેડલાઇનથી પહેલા જ સીરમ ઇન્સ્ટિટ્યુટે ડીલથી હાથ પાછા ખેંચી લીધા. સીરમ ઇન્સ્ટિટ્યુટે આ બધું એ સમયે કર્યું જ્યારે કંપની કોરોનાની વેક્સિનનું પ્રોડક્શન વધારવા માટે પૈસાની તંગીથી ઝઝૂમી રહી હતી. એક રિપોર્ટ પ્રમાણે આ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીજીપી કેપિટલ, અબુ ધાબીની એડીક્યૂ અને સાઉદી અરબની પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના એક કંસોર્ટિયમ તરફથી ઑફર કરવામાં આવી હતી.

અદાર પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યુટ વેલ્યુએશનને લઇને આ ડીલ પર રાજી નહોતી થઈ અને તારીખથી કેટલાક દિવસ પહેલા જ ગત વર્ષે ઑક્ટોબરમાં કંપનીએ ડીલ કરવાની ના કહી દીધી. આ મુદ્દે જાણકારી રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે ડીલ ના કરવાનું એક મોટું કારણ એ પણ રહ્યું કે કંપનીને બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી 300 મિલિયન ડૉલરનું રોકાણ મળ્યું હતુ, જેનાથી લો અને મિડલ ઇનકમવાળા દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાની હતી.

પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે 5 ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓથી પણ પાર્ટનરશિપની છે, જેમાં એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ પણ સામેલ છે. આ અંતર્ગત તેમની કંપની કોરોના વેક્સિનના એક અબજ ડોઝ બનાવશે, જેમાંથી અડધી ભારતને મળવાની છે. જો કે પૂનાવાલાએ પોતાનું મન બદલી લીધું છે અને વિદેશી કંપનીઓથી રોકાણ લેવાની ના કહી દીધી છે. જાણકારો પ્રમાણે પૂનાવાલા ફેમિલીએ અંતિમ મિનિટમાં પોતાની ભાગેદારી ઓછી કરવાનો અંતિમ નિર્ણય લીધો છે અને ભાગેદારી નથી વેચી. 2015માં પણ ભાગેદારીને લઇને અનેકવાર વાતો થઈ હતી, પરંતુ અંતિમવાર પૂનાવાલા ફેમિલીએ ભાગેદારી ના વેચવાનો નિર્ણય લીધો હતો.

એપ્રિલમાં અદાર પૂનાવાલાએ કહ્યું હતુ કે તેમની કંપનીને પોતાની ક્ષમતા વધારવા માટે સરકારથી 3000 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. તાજેતરમાં જ ફાઇન્સાન્શિયલ ટાઇમ્સને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં પૂનાવાલાએ કહ્યું કે, વર્તમાનના 6-7 કરોડ ડોઝ દર મહિનાની તુલનામાં જુલાઈ સુધી કંપનીની ક્ષમતા 10 કરોડ ડોઝની ઉત્પાદનની થઈ જશે. તેમણે એ પણ કહ્યું કે, જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા તો સરકારે પણ ઑર્ડર આપવાનું બંધ કરી દીધું, જેના કારણે કંપનીએ પોતાનું પ્રોડક્શન નહોતુ વધાર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન