The price of this item will go up due to unseasonal rains, find out why
  • Home
  • Gujarat
  • માવઠાને કારણે આ વસ્તુના વધશે ભાવ, જાણો કેમ

માવઠાને કારણે આ વસ્તુના વધશે ભાવ, જાણો કેમ

 | 11:54 am IST
  • Share

  • શેરડી પીલાણ કરતી સુગર મિલો માથે આફત આવી

  • દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ શેરડી કાપણી અટકી

  • મજૂરોની પણ સમસ્યા આવીને ઉભી રહી

બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે શેરડી પીલાણ કરતી સુગર મિલો માથે આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલ શેરડી કાપણી અટકી પડી છે. જેમાં સિઝન લેટ જવા સાથે સુગર મિલોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. તેથી ખાંડના ભાવ વધે તેવી સંભાવના છે.

મજૂરોની પણ સમસ્યા આવીને ઉભી રહી

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેસર સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ બે દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદ અને માવઠાને પગલે શેરડી પીલાણ કરતી સુગર મિલોને માથે આફત આવીને ઉભી રહી છે. સતત વરસાદ રહેતા ખેતરોમાં ટ્રકો જઈ શક્તિ નથી. જેને કારણે કાપણી અટકી પડે છે. તો બીજી બાજુ કાપણી કરતા મજૂરોના પડાવો પણ પાણીમાં રહેતા મજૂરોની પણ સમસ્યા આવીને ઉભી રહી છે.

નવી પીલણ સિઝનની શરૂઆત થઈ

માંડ માંડ ખેતરોમાં શેરડી કાપણીની નવી પીલણ સિઝનની શરૂઆત થઈ હતી. હવે કમોસમી વરસાદે વિઘ્ન નાખતા સુગર મિલોને લાખોમાં નુકસાન થનાર છે. કારણ પૂરવઠો પીલણમાં આવતો બંધ થતાં સુગર મિલ બંધ થાય છે. અને બીજી વાર ફરી ચાલુ કરવા માટેનો ખર્ચ પણ તોતિંગ હોય છે. બીજું કે પીલાણમાં પાણી વાળી શેરડી આવે તો રિકવરીમાં પણ મોટું નુકસાન થતું હોય છે.

સુરક્ષિત જગ્યા શોધવાનો વારો આવ્યો

બે દિવસથી સતત કમોસમી વરસાદ રહેતા શેરડી પાકને નુકસાન નથી પરંતુ પીલણ સિઝનમાં મોટું નુકસાન થઇ રહ્યું છે. હાલ દક્ષિણ ગુજરાતની 11 જેટલી સુગર મિલોમાં શેરડી કાપણી સિઝન શરૂઆત થઈ છે. સરેરાશ 50 હજાર ટન પ્રતિદિન શેરડી પુરવઠો કાપણી કરીને આવતો હોય છે. કમોસમી વરસાદે કાપણી માટે આવેલ સુગર ફેકટરીના મજૂરો માટે પણ મુશ્કેલી ઉભી કરી દીધી છે. વરસાદી માહોલને પગલે તેઓ માટે સુરક્ષિત જગ્યા શોધવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આવનાર દિવસોમાં સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો હેક્ટર શેરડીની કાપણી પણ હવે લંબાય તો નવાઇ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો