The Rajasthan Marriage Bill was blocked by Governor Kalraj Mishra
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં વિરોધ બાદ રાજસ્થાન મેરેજ બિલને રાજ્યપાલ કલરાજ મિશ્રએ અટકાવ્યું

રાજસ્થાનમાં વિરોધ બાદ રાજસ્થાન મેરેજ બિલને રાજ્યપાલ કલરાજ મિશ્રએ અટકાવ્યું

 | 8:10 am IST
  • Share

 રાજસ્થાનમાં રાજ્યપાલ કલરાજ મિશ્રએ રાજસ્થાન કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓફ મેરેજ બિલને અટકાવી દીધું છે. આ બિલને લઇને વિપક્ષી દળો ભાજપ, એનજીઓ અને અન્ય સામાજિક સંગઠનોના વિરોધ બાદ રાજ્યપાલે આ નિર્ણય લીધો હતો.

આ બિલની બંધારણીય માન્યતાને પડકારતા રાજસ્થાન હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી. સિવિલ સોસાયટીના સભ્યોએ જો આ બિલને મંજૂરી મળશે અને કાયદો બનશે તો તેનાથી બાળ લગ્નોને પણ માન્યતા મળી જશે તેવું કહીને આનો વિરોધ કરેલો ત્યારથી આ રાજસ્થાન સરકારના આ બિલને લઇને વિવાદ શરુ થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન વિધાનસભાએ ગયા અઠવાડીયે એક બિલ પાસ કર્યું હતું જેમાં રાજસ્થાનમાં કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ ૨૦૦૯માં સુધારાની વાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો