The rap song was recorded by Siddharth Shukla before his death
  • Home
  • Entertainment
  • Bollywood
  • મૃત્યુ પહેલાં રેપ સોંગ રેકોર્ડ કરી ગયો હતો સિદ્ધાર્થ શુકલા

મૃત્યુ પહેલાં રેપ સોંગ રેકોર્ડ કરી ગયો હતો સિદ્ધાર્થ શુકલા

 | 7:20 am IST
  • Share

  • એક્ટર સિદ્ધાર્થ શુકલાના નિધનને 2 મહિના થઈ ગયા છે 

  • સિદ્ધાર્થ અને શેહનાઝના ફેન્સ નવા રેપ સોંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

બિગ બોસ વિનર અને એક્ટર સિદ્ધાર્થ શુકલાના નિધનને 2 મહિના થઈ ગયા છે તેના ગયા પછી ખબર સામે આવી કે તે એક રેપર બનવા માંગતો હતો. એટલા માટે તેણે મૃત્યુના થોડા દિવસો પહેલાં જ એક સોંગ પણ રેકોર્ડ કર્યું હતું. હવે તે સોંગને તેની ફેમિલી તેની બર્થડે એનિવર્સરી એટલે કે 12 ડિસેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

રિપોર્ટ મુજબ સિદ્ધાર્થનું આ રેપ સોંગ સંપૂર્ણ રીતે જિંદગીના જોશથી ભરેલું છે. આ સિદ્ધાર્થની જર્ની છે. શેહનાઝ ગિલે આ ટ્રેક પર કામ કર્યું છે અને એ નક્કી કર્યું છે કે, આ તેની સૌથી મોટી શ્રદ્ધાંજલિ હોય. તેમાં માત્ર સિદ્ધાર્થનો અવાજ છે. આ મ્યુઝિક વીડિયો રિલીઝ હશે. હવે તેનો પરિવાર આ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.

શેહનાઝ ગિલે પણ કેટલાક દિવસો પહેલાં ટ્રિબ્યૂટના રૂપમાં એક મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો હતો. જેમ શેહનાઝ અને સિદ્ધાર્થની મુલાકાત બિગ બોસ 13માં થઈ હતી તે દરમિયાન બન્નેની વચ્ચે જે સુંદર સંબંધ હતો અને તેને દરેક પસંદ કરતા હતા. તેના અમુક પાર્ટ્સ મૂકીને આ સોંગ બનાવવામાં આવ્યું હતું. હવે સિદ્ધાર્થ અને શેહનાઝના ફેન્સ નવા રેપ સોંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો