The resignation of the CEO of Twitter, this Indian man will take his place
  • Home
  • Tech
  • Twitterના CEOનું રાજીનામું, આ ભારતીય વ્યક્તિ લેશે તેનું સ્થાન

Twitterના CEOનું રાજીનામું, આ ભારતીય વ્યક્તિ લેશે તેનું સ્થાન

 | 10:05 pm IST
  • Share

  • Twitterના CEO પદેથી જેક ડોર્સીએ આપ્યું રાજીનામું
  • ભારતના પરાગ અગ્રવાલ બનશે નવા CEO
  • ઇલિયટ મેનેજમેન્ટે 2020માં જેક ડોર્સીને બદલવાની કરી હતી માંગ

સોશિયલ મીડિયાની દુનિયામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તે કંપનીની કમાન પોતાના અનુગામીને સોંપશે. સૂત્રોનું માનીએ તો કંપનીનું બોર્ડ ગયા વર્ષથી ડોર્સીની વિદાયની તૈયારી કરી રહ્યું છે. ટ્વિટરે તેના હરીફોને ટક્કર આપવા માટે છેલ્લા એક વર્ષમાં ઘણી નવીનતાઓ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્વિટરે Facebook અને TikTok જેવા હરીફો સાથે બજારમાં ટકી રહેવા અને 2023 સુધીમાં તેની વાર્ષિક આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઘણા નવા પગલાં લીધા છે.

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપ્યું છે. ડોર્સીએ ટ્વિટર અને સ્ક્વેર બંનેના સીઈઓનું પદ સંભાળ્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ ફર્મે કંપનીના મેનેજમેન્ટ સાથે સોદો કર્યો તે પહેલાં ટ્વિટરના હિતધારક ઇલિયટ મેનેજમેન્ટે 2020માં સીઇઓ તરીકે જેક ડોર્સીને બદલવાની માંગ કરી હતી. હવે ડોર્સીની જગ્યા કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર પરાગ અગ્રવાલ લેશે.

ઇલિયટ મેનેજમેન્ટના સ્થાપક અને અબજોપતિ રોકાણકાર પોલ સિંગરે કહ્યું હતું કે જેક ડોર્સીએ બે જાહેર કંપનીઓમાંથી એકના CEO પદેથી રાજીનામું આપવું જોઈએ. હવે ડોર્સીના પદ પરથી રાજીનામું આપતાં નવા સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટરના આંતરિક લક્ષ્યોને પૂર્ણ કરવા પડશે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે 2023 ના અંત સુધીમાં 315 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને ઓછામાં ઓછી વાર્ષિક આવક બમણી કરવાનું લક્ષ્ય રાખે છે.

તમને જણાવી દઈએ કે, જુલાઈ 2006માં ટ્વિટર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર પ્રથમ ટ્વિટ તેના કો-ફાઉન્ડર અને સીઈઓ જેક ડોર્સીએ કર્યું હતું. સીઈઓ તરીકે ડોર્સીનો પ્રથમ કાર્યકાળ 2008 સુધી ચાલ્યો હતો. તે પછી CEO ડિક કોસ્ટોલોએ પદ છોડ્યા પછી 2015 માં બોસ તરીકે ટ્વિટર પર પાછા ફર્યા. આજે સમગ્ર વિશ્વમાં ટ્વિટરના લાખો વપરાશકર્તાઓ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો