The roof of a school at Sonipat in Haryana collapsed,25 students injured
  • Home
  • Featured
  • હરિયાણાના સોનીપત ખાતે શાળાની છત પડતા 25 વિદ્યાર્થીઓ ઘાયલ

હરિયાણાના સોનીપત ખાતે શાળાની છત પડતા 25 વિદ્યાર્થીઓ ઘાયલ

 | 3:38 pm IST
  • Share

હરિયાણાના સોનીપત ખાતેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છત પડવાથી અંદાજે 25 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને પીજીઆઈ ખાતે રેફર કરવામાં આવ્યા છે.

આ દૂર્ઘટના સોનીપતના ગન્નોર ખાતે થઈ છે. જ્યાં ગામ બાય રોડ સ્થિત એક શાળાની છત ધરાશાયી થઈ છે. આ દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો ઘાયલ થયા છે. આ ઉપરાંત આ દૂર્ઘટનાની ઝપેટમાં ત્રણ મજૂરો પણ આવી ગયા છે.

તમામ ઘાયલોને ગન્નોરની સામૂહિક હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા છે. જેમા 5 વિદ્યાર્થીઓની હાલત અતિ ગંભીર હોવાની વાત સામે આવી રહી છે, જેમને ખાનપુરમાં પીજીઆઈ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે આ છત કેવીરીતે પડી તેની કોઈ માહિતી હજુ સામે આવી નથી. પોલીસ આ અકસ્માતની તપાસ હાલમાં શરૂ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો