The special grace of Mataji can be obtained when the eighth is on
  • Home
  • Featured
  • VIDEO: આઠમની તિથી છે ત્યારે માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાયો

VIDEO: આઠમની તિથી છે ત્યારે માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાયો

 | 9:24 am IST

આજે છે મહા વદ આઠમ અને રવિવાર. આજે છે માતાજીને પ્રિય એવી આઠમની તિથી. જ્યારે પણ આઠમની તિથી હોય ત્યારે માતાજીની વિશેષ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા. સંસારના કણ કણમાં છે શક્તિનો વાસ. આ શક્તિ જ છે જે જીવમાત્રના મનમાં આસ્થાની જ્યોત પ્રગટાવે છે.

મા બહુચર જે મા દૂર્ગાનું જ એક સ્વરૂપ છે જે પોતાના સંતાન રૂપી ભક્તોની હંમેશા સુરક્ષા કરે છે. ગીત અને સંગીત સમસ્ત બ્રહ્માંડના દરેક જીવને આકર્ષે છે પછી તે મનુષ્ય હોય કે પશુ પક્ષી. કારણકે સંગીત એ સકારાત્મકતા બક્ષવાની સાથે નવી ઉર્જા પણ આપે છે જેથી જ વિવિધ લોક કલાકારો દ્રારા પ્રભુના ભજનોની રચના કરીને તેને સુંદર રીતે સ્વર આપવામાં આવ્યો છે.

આઠમની તિથી મા ભગવતીને અતિ પ્રિય છે ત્યારે આ દિવસે કયા કરવા શાસ્ત્રોકત ઉપાયો તે પણ જાણીશુ. મા ભગવતી જે પોતાના સંતાનનું કરે છે કલ્યાણ. આમ તો દરેક દિવસે માતાજીની પૂજા કરવી જોઈએ પરંતુ કેટલીક શુભ તિથીએ જો માતાજીનું સ્મરણ કરવામાં આવે તો તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે દરેક માસમાં બે આઠમની તિથી આવે છે. અને એમા પણ વદ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમીએ કહેવાય છે. ત્યારે આજે છે કાલાષ્ટમી તિથી. ત્યારે કયા ઉપાયો દ્રારા આજે માતાજીને કરીશુ પ્રસન્ન જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન