The state minister was caught asleep at the PMs Surat function
  • Home
  • Featured
  • સુરતમાં PMના સંબોધન દરમિયાન રાજ્યમંત્રી આ કારણે થયા ટ્રોલ

સુરતમાં PMના સંબોધન દરમિયાન રાજ્યમંત્રી આ કારણે થયા ટ્રોલ

 | 6:27 pm IST
  • Share

  • સુરતમાં હોસ્ટેલ અને અતિથિગૃહનું ખાતમૂહૂર્ત
  • PMના સંબોધન દરમિયાન રાજ્યમંત્રી ઊંઘતા ઝડપાયા
  • રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી પટેલ થયા ટ્રોલ

 

આજે સુરતમાં વીડિયો કોન્ફરન્સની મદદથી PMના સંબોધનની સાથે રાજ્યકક્ષાના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. સુરતમાં વરાછા રોડ પર આજે 200 કરોડના ખર્ચે અદ્તન હોસ્ટેલ અને અતિથિગૃહ બનાવવામાં આવી રહ્યું છે. આજે તેનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાના મંત્રી કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા

સુરતમાં જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી પટેલ કાર્યક્રમમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. આ કારણે તેઓ ટ્રોલ થયા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાર્યક્રમમાં તેઓ ઊંઘતા ઝડપાયા.

 મંચ પર હાજર હતા કેન્દ્રીય મંત્રીઓ

મંચ પર કેન્દ્રીય મંત્રીઓની હાજરી રાખવામાં આવી હતી અને રાજ્યકક્ષાના મંત્રીઓને નીચે અલગ વ્યવસ્થા કરાઈ હતી. આ સમયે રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી પટેલ ઝપકી મારતા કેમેરામાં કેદ થયા હતા અને સાથે આ મુદ્દાએ જોર પકડ્યું હતું.

સુરતનો હોસ્ટેલ પ્રોજેક્ટ થશે 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર

અહીં જે નવો પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે તેમાં 1500 વિદ્યાર્થીઓ અને 700 વિદ્યાર્થીનીઓના રહેવા અને જમવાની સુવિધા સાથે પ્લાન કરાયો છે. અહીં મહેમાનો માટેની ખાસ સુવિધા પણ રાખવામાં આવશે. આજે આ ખાસ હોસ્ટેલ પ્રોજેક્ટના ખાતમૂહૂર્તમાં પીએમ મોદીની હાજરીએ તેને ખાસ બનાવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો