The Test series between India and England will start on August 4
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, 3 ખેલાડીઓ થયા બહાર

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, 3 ખેલાડીઓ થયા બહાર

 | 4:19 pm IST
  • Share

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ પ્રવાસની બહાર થઈ ચૂક્યા છે. શુભમન ગિલ અને આવેશ ખાન ઈજાગ્રસ્ત થયા બાદ હવે વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થયો છે અને તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમી શકશે નહીં. આપને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન બંને ડરહામમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યા હતા. આ બંને ખેલાડીઓને કાઉન્ટી સિલેકટ ઇલેવનની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સુંદર અને આવેશ ખાન બંનેને આંગળીમાં ઇજા થવાને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.

એક અહેવાલ મુજબ, વોશિંગ્ટન સુંદરને આંગળીમાં ઈજા થઈ છે, જોકે તે ઈજાગ્રસ્ત ક્યારે થયો હતો તે હજુ જાણી શકાયું નથી. કાઉન્ટી સિલેકટ ઇલેવન તરફથી રમતી વખતે વોશિંગ્ટન સુંદર ફક્ત 1 રન બનાવી શક્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ આ ખેલાડી મોહમ્મદ સિરાજના બાઉન્સરનો શિકાર બન્યો હતો.

વોશિંગ્ટન સુંદરનુ બહાર થવુ મોટો ફટકો

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરનું ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થવુ એ મોટો ફટકો છે. વોશિંગ્ટન સુંદર એક સારો બોલર છે સાથે સાથે સારી ટેકનીકનો બેટ્સમેન પણ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગાબા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 62 રન બનાવીને તેણે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પછી તેણે ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં 90.50ની સરેરાશથી 181 રન પણ બનાવ્યા હતા. તે સ્પષ્ટ છે કે નિચલા ક્રમમાં વોશિંગ્ટન સુંદર ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં ખૂબ મહત્વનું શસ્ત્ર સાબિત થઈ શક્યો હોત પરંતુ હવે તે ઈજાને કારણે પ્રવાસની બહાર થઈ ગયો છે.

શું ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડ જશે?

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ બે અઠવાડિયા પહેલા ઈજાના કારણે ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર થયો હતો અને હવે તે ભારત પરત આવ્યો છે. આપને જણાવી દઈએ કે બીસીસીઆઈએ શુભમન ગિલની જગ્યાએ બીજા કોઈ પણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે એ જોવું રસપ્રદ બનશે કે વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનને ઇજાઓ થયા બાદ બોર્ડ શું કરશે. સારું, ભારતીય ટીમમાં વિકલ્પોની અછત નથી. શ્રીલંકામાં પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. શક્ય છે કે બીસીસીઆઈ શ્રીલંકાથી 2-3 ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન